આંકલાવ ખાતેથી દારુની મહેફિલ માણતા ૧૩ લોકોની પોલીસે ધરપકડ કરી

(જી.એન.એસ.)આંકલાવ,રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, હાલમાં સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો ઘટાડો નોઁધાઈ રહ્યો છે, બીજી તરફ સરકારે પણ નાઈટ કર્ફયુની સાથે સખ્ત નિયમો પણ લાદ્યા છે. ત્યારે આ વચ્ચે આંકલાવ ખાતે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ૧૩ જેટલા લોકો ગેરકાયદેસર રીતે આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામ ખઆતે આવેલા રોયલ ફાર્મ હાઉસના હોલમાં દારૂની મહેફીલ માણતાં ઝડપાયા હતા, સાથે સાથે કોરોનાના તમામ નિયમોનો પણ છેદ ઉડાડ્યો હતો.સોશિયલ ડીસ્ટન્સનો પણ છડે ચોક ભંગ, કોઈ પણ વ્યક્તિઓએ માસ્ક સુદ્ધા પણ નહોંતુ પહેર્યું. બીજી તરફ મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ પર નાચતા પણ જોવા મળ્યા હતા. બીજી તરફ દારૂના નશામાં મદ મસ્ત લોકોએ કોરોનાન ગાઈડલાઈન્સના લીરે લીરે ઉડાડ્યા હતા.બીજી તરફ આ બાતમીના આધારે પોલીસે રેડને પાડી હતી. પોલીસે સ્થળ પરથી મ્યુઝીક સિસ્ટમ, મોબાઈલ નંગ ૧૨, બે કાર તથા દારૂની બોટલ સહિતનો આશરે ૨૦ લાખનો માલ જપ્તકર્યો હતો. આ તમામ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઝડપાયેલા શખ્સોના નામ
૧) વિજય કુમાર રિશબકુમાર
૨)સમીર ઉર્ફે સુરેશ પ્રસાદ તિવારી
૩) પ્રમોદ શંકરલાલ રાજપુત
૪) પરીતોષ સંતોષકુમાર વર્મા
૫) શીશીર સુરેશ પ્રસાદ તિવારી
૬) રાજેશભાઈ સામંતભાઈ પઢિયાર
૭) એમરાજ સુરજદીન સોની
૮) રાકેશ રવિકાન્ત
૯) પુનમભાઈ અંબાલાલ સોલંકી