અમેરિકાના શોપિંગ મોલમાં ગોળીબાર થતાં બે લોકોનાં મોત

0
178

(એ.આર.એલ),વોશિંગ્ટન,અમેરિકાના ઇડાહો રાજ્યના બોઈસ શહેરમાં સોમવારે એક મોટી ઘટના બની હતી. અહીંના એક શોપિંગ મોલમાં એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.બોઈસ પોલીસ ચીફ રેયાન લીએ જણાવ્યું કે શોપિંગ મોલને હાલ પૂરતો ખાલી કરાવવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે હુમલાખોર સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેણે હુમલાખોર વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ કંઈ કહી શકાય.પોલીસ અધિકારી રેયોનેલીએ કહ્યું કે અમને સોમવારે સવારે લગભગ ૧.૩૦ વાગ્યે હુમલાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તે જમીન પર પડેલો હતો. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઓળખી કાઢ્યો અને તેની સાથે ક્રોસ ફાયરિંગ થયું, જેમાં એક અધિકારી ઘાયલ થયો. જો કે, શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી એ વાત સામે આવી છે કે હુમલામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ હતો.