અમદાવાદમાં ૪૧,૦૦૦ની લાંચ માંગનાર જેલ સહાય રંગે હાથ ઝડપાયો

(જી.એન.એસ.)અમદાવાદ,સરકારી બાબુઓ જાણે સરકારી નોકરીને કમાણીનું સાધન સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એસીબીએ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે તેમ છતાં હજી પણ કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. આવા જ એક જેલ સહાયક ને લાંચની રકમ માંગવી ભારે પડી છે. એસીબીના (છઝ્રમ્) ફરિયાદી ના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે રૂપિયાની માગણી કરી હતી.એસીબીના ફરિયાદીના પતિ, બે દીકરા, જમાઈ અને અન્ય એક વ્યક્તિ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હોય તેઓને કોઇ હેરાનગતિ ન કરવા માટે અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્ક એ રૂપિયા ૪૧હજારની લાંચની માગણી કરી હતી.જે રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને જેલ સહાયકને રૂપિયા ૪૧ હજારની લાંચ લેતા રંગેહાથે સુભાષબ્રીજ પાસેથી ઝડપી લીધા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.