અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા જ્યંતિ રવિએ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરી

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વધતા કેસો વચ્ચે સિવિલ હોસ્પિટલમાં બેડની સ્થિતિ અને તબીબોની સંખ્યા અંગે ચર્ચા કરી હતી. જરૂર પડે વધુ તબીબો સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા પણ બાંહેધરી આપી હતી. દર્દીઓની સારવાર માટે પેશન્ટ એટેન્ડન્ટ, કાઉન્સિલર અને કલાસ ૪ના કર્મચારીઓ આગામી સમયમાં સિવિલ હોસ્પિટલને મળશે.