અમદાવાદના સોલામાં વૈભાવી બંગલામાંથી દારુ ઝડપાયોઃ બે ભાઇઓની ધરપકડ

0
27

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુર અને સોલા વિસ્તારમાં મોંઘી બ્રાન્ડનો દારૂ વેચતા બે સગા ભાઈઓ એવા બૂટલેગર બ્રધર્સને પોલીસે ઝડપી લીધા છે. આ બન્ને ભાઈ પાર્સલમાં દારૂ મગાવી બંગલોમાં સ્ટોક કરીને દારૂનું નેટવર્ક ચલાવતા હતા. ૨૨ જૂને સોલા પોલીસે વિનોદ વોરા(પટેલ)ના ઘરના ભોંયરામાંથી દારૂ જપ્ત કર્યા બાદ આજે વસ્ત્રાપુર પોલીસે તેના ભાઈ અને બૂટલેગર એવા અરવિંદ પટેલના ઘરેથી દારૂ જપ્ત કર્યો છે.
વસ્ત્રાપુર પોલીસે રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમાં રેડ કરીને રૂ ૪.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. અરવિંદ પટેલ અને સોલામાં પકડાયેલા વિનોદ પટેલ બન્ને સગા ભાઈઓ છે. તેઓ શાહપુરમાં રહેતા હતા, પરંતુ તેણે પરંતુ દારૂનો ધંધો કરવા પોશ વિસ્તારમાં મકાન ખરીદ્યું હતું.બન્ને ભાઈ હાઈપ્રોફાઇલ સ્ટાઈલથી દારૂનો ધંધો કરતા હતા. બૂટેલગર બ્રધર્સ બ્રાન્ડેડ દારૂનો જથ્થો રાજસ્થાનથી બસમાં પાર્સલથી મગાવતા હતા. છેલ્લાં બે વર્ષથી આ બૂટલેગરો વૈભવી લાઈફસ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે આ બન્ને ભાઈની ધરપકડ કરીને તેઓ દારૂનું વેચાણ કોને કરતા હતા અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એને લઈને પૂછપરછ શરૂ કરી છે.
સોલા પોલીસે ૨૨ જૂને શહેરના સોલા વિસ્તારમાં વૈભવી બંગલોમાં રસોડામાં ભોંયરું બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂ ઝડપી લીધો હતો. સોલા પોલીસે મળેલી બાતમીને આધારે દરોડો પાડીને વિદેશી બ્રાન્ડની રૂપિયા ૯ લાખની કિંમતની ૨૭૫ જેટલી દારૂની બોટલો કબજે કરીને આરોપી બૂટલેગર એવા વિનોદ પટેલની ધરપકડ કરી હતી. દારૂના વેચાણની સાથે સાથે વિનોદ પટેલ પોલીસને શંકા ન પડે એ માટે જમીન-દલાલનો ધંધો કરતો હતો.