અમદાવાદથી પરિવાર લગ્ન માટે અંજાર આવ્યો, ને ઘરમાંથી ૧.૦૪ લાખની મત્તા ચોરાઈ

ભુજ ઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે અંજાર આવ્યો તે દરમિયાન તેઓના ઘરમાંથી ૧.૦૪ લાખની મત્તા ચોરાઈ ગઈ હોવાનો બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે ઓએનજીસીમાં જુનિયર આસિસ્ટન્ટ રિંગમેન તરીકે ફરજ બજાવતા પરેશભાઈ અરવિંદભાઈ પ્રજાપતિ તેમની પત્ની સાથે વતન અંજારમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી તીજાેરી અને કબાટમાં રાખેલા રોકડા રૂા.ર૮ હજાર મળી કુલ રૂા.૧.૦૪ લાખની મત્તાની ચોરી કરી હતી જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.