અભિનેતા કાર્તિક આર્યને નવી ફિલ્મ ’સત્યનારાયણ કી કથા’ની કરી જાહેરાત

0
23

(જી.એન.એસ)મુંબઈ,બોલીવુડના લોકપ્રિય અભિનેતા કાર્તિક આર્યનના ફેન્સ માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. કાર્તિકે બુધવારે એટલે જે આજે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. કાર્તિકે ફિલ્મનો પ્રોમો શેર કરતા તેની નવી ફિલ્મ ’સત્યનારાયણ કી કથા’ની જાહેરાત ઈન્સ્ટા પર કરી.કાર્તિક આર્યને ફિલ્મનો પ્રોમો શેર કરતા લખ્યું, ’મારા હૃદયની નજીકની વાર્તા ઈંસત્યનારાયણકીકથા’ફિલ્મ ’સત્યનારાયણ કી કથા’ સમીર વિદ્વાન્સના બનાવશે. આ ડાયરેક્ટરે રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૯ નું વિજેતા મરાઠી નાટક આનંદી ગોપાલનું નિર્દેશન કર્યું હતું. તેઓ આ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કરશે.સાજિદ નડિયાદવાલાએ શેર કર્યું છે કે, ’સત્યનારાયણ કી કથા’ મારા માટે દુરંદેશી પ્રોજેક્ટ છે. અમે, નડિયાદવાલા ગ્રાન્ડસન એંટરટેનમેંટ માં નામઃ પિક્ચર્સ, નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર સમીર વિદ્વન્સ અને ખૂબ જ પ્રતિભાશાળી કાર્તિક આર્યન સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ. કાર્તિક સાથે કામ કરવાનો આ અમારો પ્રથમ ચાન્સ હશે અને તેણે આ પ્રોજેક્ટમાં એક નવી ઉર્જા સાથે આવીશું. ’સત્યનારાયણ કી કથા’ એક એવી સ્ક્રિપ્ટ છે જે આ રીયુનીયન માટે યોગ્ય છે અને અમે આ પ્રેમ કથાને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે ઉત્સુક છીએ.’સત્યનારાયણ કી કથા’ એક એવી પ્રેમ કથા છે જેમાં ’પ્યાર કા પંચનામા’ ફ્રેન્ચાઇઝી, સોનુ કે ’ટીટુ કી સ્વીટી’ અને ’પતિ પત્ની ઔર વો’ બાદ કાર્તિક આર્યનને ફરીથી મોટા પરદે લાવશે. કાર્તિકની અગાઉની ફિલ્મો પણ રોમાન્ટિક પ્લોટ પર જ હતી. તેમનું કહેવું છે કે આપણે આ વખતે અભિનેતાને એક વાર્તા લાવતા જોઈશું જેવી પહેલા નથી થઇ.તાજેતરમાં ઘણી ફિલ્મોમાંથી કાર્તિકને બહાર કાઢ્યાના અહેવાલ આવ્યા હતા. જેને લઈને ફેન્સમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. કાર્તિકને ફિલ્મોમાંથી બહાર કાઢતા ઘણો વિવાદ પણ સર્જાયો હતો. આવા સમયે આ ફિલ્મની જાહેરાતથી ફેન્સ ખુશ જોવા મળી રહ્યા છે.