અબડાસા વિસ્તારના ૭ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર  અબડાસા તાલુકાના વિંઝાણ ગામે ડાયા દિલીપ રાજણના ઘરથી સોઢા અબ્દ્રેમાન જુસબના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસા તાલુકાના ડુમરા ગામના આશાપુરાનગરમાં ભરતબા ખેતશી રાઠોડના ઘરથી ચૌધરી ઈશ્વરસિંહ રાજેન્દ્રસિંહના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસા તાલુકાના અકરી ગામના દરબાર ફળીયામાં મદનસિંહ લાલુભા જાડેજાના ઘરથી અનુભા પ્રતાપસિંહ જાડેજાના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસાના નલીયા ગામે દરબારગઢ વિસ્તારમાં ભગીરથસિંહ જાડેજાના ઘરથી કલુભા ગગનસિંહ જાડેજાના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસા તાલુકાના નલીયા ગામે સુથાર ફળિયામાં નવરાજ શર્માના ઘરથી જયેશભાઇ કાંતિભાઇ વાઢાના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસા તાલુકાના નલીયા ગામે અનવર હુસેન પીંજારાના ઘરથી હર્ષભાઇ ઠાકરશીભાઇના ઘર સુધીને તા.૮/૫ સુધી, અબડાસા તાલુકાના નલીયા ગામે પોલીસ લાઇન ઉમાશંકર જોશીના ઘરથી કરૂણાબેન ડી.મહેશ્વરીના ઘર સુધીને તા.૮/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અબડાસા-કચ્છ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણસિંહ જૈતાવાત દ્વારા ફરમાવેલ છે