અબડાસા વિસ્તારના ૧૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અબડાસા તાલુકાના સિંધોડી મોટી ગામનું સણસીયાણી ફળિયાને તા.૮/૪ સુધી, અબડાસા તાલુકાના બાંધો ગામને તા.૮/૪ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામનું લક્ષ્મીનારાયણ, મંદિરની બાજુમાં આવેલ વિસ્તારને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામના મંધરા ફળિયાને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામના અબોટી ફળિયાને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામના દક્ષિણ દરબારગઢ ફળિયાને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના કોઠારા ગામના રાવલ ફળિયાને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના બાંધો ગામને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના છાડુરા ગામના બાવાજી ફળિયા, પ્રાથમિક શાળાની બાજુના વિસ્તારને તા.૭/૪ સુધી, અબડાસા તાલુકાના જખૌ ગામના તકીયા ચોકને તા.૭/૪ સુધી, કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મેહુલકુમાર બરાસરા દ્વારા ફરમાવેલ છે.