• કંપનીની લીઝ કરો બંધ : ખેડુતોને હળાહળ અન્યાય

ખારઈના ખેડૂતોને હક્ક ન મળે ત્યાં સુધી અલ્ટ્રા ટ્રેક કાું.ની લીઝ બંધ કરવાની રજુઆત : ખેડુતોની માલીકીની જમીનો પર કંપની કરી રહી છે આડેધડ અતિક્રમણ : ખેડુતોના રસ્તા કંપનીએ બળજબરીપૂર્વક કરી દીધા બંધ : કંપનીના ખાડાઓના ખારાશવાળા પાણી આજુબાજુની જમીનોમાં બેફામ છોડાય છે, ખેડુતોની જમીનોનુ થાય છે સદંતર ધોવાણ : ખેડુતોના ઉભા પાકને ફટકો : આસપાસના ગ્રામ્ય જીવનના આરોગ્ય પર તોળાય છે ખતરો : વયોવૃદ્ધોને ટીબી જેવી બીમારીનું વધ્યુ પ્રમાણ

કચ્છ કલેકટર કેમ ન આમળે કાન? : ખાણખનિજવિભાગ, જીપીસીબી પશ્ચીમ કચ્છ, ડીઆઈએલઆર, પાણી પુરવઠા વિભાગ, અબડાસા-લખપત સ્થાનિક રેવેન્યુતંત્ર, સહિતના તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં : ખેડુતો દ્વારા એનજીટીમાં ફરીયાદ કરવાનો ઘડાયો તખ્તો

આક્ષેપો પાયાવીહોણા છે, કંપની તમામ નીતીનિયમો અનુસાર જ ચાલે છે : શ્રી મૈથી(અલ્ટ્રાટેક કંપની)

ખાટલે મોટી ખોટ : કંપનીઓની સામે અવાજ તો ઉઠે છે પણ દુધના પરપોટાની જેમ આ અવાજ, રોષ સમી જાય છે, બે-ચાર આગેવાનોના ખીસ્સા કંપની ભરી આપે એટલે સબ સલામતની આલબેલ પોકારતા થઈ જાય છે, હકીકતમાં લડતકારો આવી કંપનીઓની સામે આરંભે સુરાનો તાલ ન કરે અને છેવડ સુધી લડી લેવાની રણનીતીને અનુસરે તો જ આખાય વિસ્તારનુ અસ્તિત્વ બચી શકશે

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છને બેઠુ કરવાના નામે આવી પડેલા બારાતુ ઉદ્યોગજુથો આ જિલ્લાના લોકોને માટે આર્શીવાદરૂપ ઓછા અને અભિશાપરૂપ વધારે બની રહ્યા હોવાના ઘટનાક્રમો સમયાંતરે બહાર આવતા જ રહે છે. હાલમાં પણ છેવાડાના એવા અબડાસા-લખપતને સ્પર્શતા વિસ્તાર ખારઈમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની દાદાગીરી સામે લોકરોષ પૂનઃ ભભુકતો જોવાઈ રહ્યો છે. કંપની દાદાગીરી પૂર્વક રીતસરનો ખુલ્લો આતંક જ આખાય વિસ્તારમાં પ્રસરાવી અને આસપાસના જનજીવનને બાનમાં જ લઈ લીધુ હોય તેવી ફરીયાદ સત્તાવાર રીતે કરવામાં આવી રહી છે.આ મામલે જાણવા મળતી માહીતી અનુસાર તાલુકાના ખારઈ ગામ નજીક આવેલી લીઝ પર જ્યાં સુધી ખેડૂતોને હક્ક ન મળે ત્યાં સુધી તાળા બંધી કરવા કલેકટરને પત્ર પાઠવી લખપત તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઈ હસન પડેયારે કડક શબ્દોમાં રજુઆત કરી છે.લખપત તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઈ હસન પડેયાર કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, અલ્ટ્રાટેક કંપનીની ખારઈની બાજુમાં ૧૯૯૪માં લીઝ ફાળવવામાં આવેલી અને તે સમયે લીઝમાં ખેડૂતોના ખેતરો આવતા જે-તે સમયે ખેડૂતોની સહમતી પત્રક મેળવેલું ન હતું અને હવે ખેડૂતોની જમીન સીટમાં બેસતી નથી અને ઘણી મુશ્કેલીઓ અને કંપનીના હુકમના લીધે હવે બાકી ખેતરો જે લીઝમાં બાજુમાં છે તેમાં પણ કંપની જવા દેતી નથી. રસ્તાઓ બધા બંધ કરી નાખેલા છે અને ખાડાઓનો જે પાણી નીકળે છે તે ખેતરોમાં છોડે છે. જેનાથી જમીનમાં ખારાસનું પ્રમાણ વધી જાય છે જેથી ખેડૂતોના પાક ફેલ જાય છે અને એમાંથી ઉડતી રજકણના લીધે ડબ્લ્યુએચઓના રીપોર્ટ છે કે ૩૦ ટકા આજુબાજુ લોકોને ટીબીની બીમારી છે. જે-તે સમય માપણીમાં ખારાઈ ગામને જમીન મળેલી છે જે નકશામાં સરકાર દ્વારા બેસાડેલી નથી, પરંતુ અલ્ટ્રાટેક માઈન્સ સ્ટોન કે સ્લીકોન માટે સરકારમાં જમીન માંપણી કરેલી અને સીટમાં પણ બેસાડેલી છે. કોઈપણ પ્રાઈવેટ લીઝમાં જમીન માપણી કરીએ ત્યારે ખેડૂતોની સહમતી માગે છે, પરંતુ કંપનીએ ખેડૂતોની સહમતી માંગી નથી અને જો માંગી હોય તો હાજર રહે. ખેડૂતોને હક્ક ન મળે અને ખેડૂતો માપસીટ ન બને ત્યાં સુધી લીઝ પર તાળાબંધી કરવામાં આવે અને કંપની પર એનજીટી નેશનલ ગ્રીન ટ્યુનલ અરજી કરવા ખેડૂતો તૈયાર છે. જેથી ખેડૂતોના ખેતરો વારસાઈ વાળા ડીએલઆર શાખાને બેસાડવા ભલામણ કરવામાં આવે તેવી માંગ પણ લખપત તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.આ બાબતે કંપનીના શ્રી મૈથીને પુછતા તેઓએ વિગતવાર દરેક મુદ્દે જવાબ આપવાનુ ટાળી અને પાયાવગરના આક્ષેપો છે, કંપની દ્વારા આસપાસના ગામોમાં અનેકવિધ સેવાકીય કામો કરવામાં આવી જ રહ્યા છે અને તમામ નીતી-નિયમોની અમલવારી સાથે જ કંપની ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતુ.

અલ્ટ્રાટેક કંપનીની સામે આક્ષેપોનો આ રહ્યો એક્ષ-રે..
– હરૂડીથી ખારઈ સુધી નારાયણસરોવરથી માંડવી રોડની બન્ને બાજુએ મોટાપાયે કંપની કરે છે ઉત્ખનન – ખારઈ ગામથી એકાદ કીમી દુર હાઈવે રેાડની બન્ને બાજુએ મોટાપાયે ઉત્ખન્નન પ્રક્રીયા બિનધાસ્ત ચાલુમાં- લાઈમસ્ટોનનો પુષ્કળ જથ્થો પ્લાન્ટમાં ઠલવાયા છે-મોટા ખાડાઓ છોડી દેવાય છે જશના તશ – પશુઓ બની રહ્યા છે ભોગ – ખાડામાંથી ખારૂપાણી આડેધડ મશીનોથી ઉલેચી નજીકના ખેતરો-સરકારી જમીનમાં થાય છે જળપ્રદુષણ- કંપનીની દાદાગીરી સામે ફરીયાદ કરનારને પોલીસ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો કરે છે તાલ – દુષિત પાણીથી લોકોમાં ખંજવાળ સહિતની બીમારી- જયારે પશુઓ મોતને ભેટતા હોવાની છે ચકચાર – કંપનીના દુષિત પાણી થકી આસપાસના ૩૦ ટકા લોકો ટીબીની બીમારીમાં સપડાયાનો જોખમી ચિત્તાર – ૧૯૯૪માં કંપનીએ લીઝ મેળવી ખેડુતોના ખેતરો પણ બગાડી નાખ્યા – કંપની માત્ર લોકોને નહી ગુજરાત પ્રદુષણ બોર્ડને પણ ઉલ્ટા ચશ્મા પહેરાવે છે : બે ચાર વૃક્ષો વાવીને મોટાપાયે વૃક્ષારોપણના કરાયા છે ફોટોશેન – ગામડાઓના વરસો જુના તળવા-જળાશયોમાં આડેધડ ખાડાઓ કરી પાણી ખારૂ કરી દેવાયુ – રાજઘાટના જુના રસ્તાઓ પણ કંપનીએ બળજબરીથી બંધ કરાવી દીધા – પ૦ ટકા લાઈમસ્ટોનનો જથ્થો ઓછો દેખાડી રોયલ્ટીની અધ..ધધ થાય છે ગોબાચોરી- સ્થાનિક રોજગારીની વાતો હવામાં-જમીન ધારકોને રોજગારી મુદ્દે અન્યાય- ખેતરોમાં આડેધડ ગંદુ પાણી છોડ જળ પ્રદુષણ – કામદારોનુ અતિશય શોષણ- પ૦૦ એકરમાં ખેતીનું થાય છે કંપની થકી ધોવાણ-કચ્ચરઘાણ- ગામડાઓના તળવામાં ગંદા પાણી આડેધડ છોડવામા આવે છે.

જાગો..ભોગગ્રસ્તો જાગો..-જોહુકમી કરનાર કંપની સામે છેડો આંદોલન..!
ગાંધીધામ : લખપત તાલુકાના ખારઈ પાસે આવેલી અલ્ટ્રાટેક કંપનીના જાહુકમીભર્યા વલણના લીધે ભોગગ્રસ્તોમાં ભારે જનાક્રોશ ભભુકીરહ્યો છે. અને હવે તંત્ર આ બાબતે વેળાસર જ કંપનીના કાન નહી આમળે તો લોકો-ભોગગ્રસ્તો કંપનીની સામે આંદોલનનો માર્ગ અપનાવે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. તઘલખી નીતીઓ મારફતે આસપાસનાના જનજીવનને આ કંપની સદંતર નેસ્તનાબુદ કરી દે તે પહેલા જ સ્થાનીકના અગ્રણીઓ-લોકો જાગૃત બને અને કંપનીને તેની જ ભાષામાં સમજાવે તે અનિવાર્ય બની રહ્યુ છે. હકીકતમાં તો આસપાસના જનજીવનને સદતર બાનમાં લઈ લેનાર અને ખેડુતોન સહમતી વગર જ તેમની જમીનો પર પણ અતિક્રમણ કરનારાઓની સામે આયોજનબદ્ધ લડત છેડવી જોઈએ. આ કપનીનો લેઆઉટ પ્લાન, સીએસઆર ફંડની વરસાવરસની વિગતો, રોયલ્ટી ફી ભરપાની સીટ-માહીતીઓ, મજુરોને આપવામાં આવતા પીએફ સ્લીપ, રાજય બહરના કામદારોની માહીતીઓ, લેબરના રહેઠાણની વ્યવસ્થાઓની સોસાયટીઓની મંજુરી સહિતની માહીતીઓ રેકર્ડ પર મેળવી અને તે અનુસાર કંપનીના કાન આમળવા ઘટે.

અબડાસાના ધારાસભ્ય જોહુકમી કરતી કંપની સામે ફરી કેમ ન આવે મેદાનમાં

ગાંધીધામ : અલ્ટ્રાટેક કંપનીની મનમાની-જોહુકમી અને ટ્રાન્સપોર્ટસ સાથેની છાની રમતો અને નીતીને લઈને આ પહેલા એક વખત અબડાસાના લડાયક, પ્રજાપ્રિય ધારાસભ્ય પ્રદુમનસિહ જાડેજા રીતસરના ધરણા પર બેઠા હતા. કંપનીના ગેટની સામે જ અનસન કર્યા હતા. હાલમાં પણ તાલુકા પંચાયતના આગેવાને તો અવાજ ઉઠાવ્યો જ છે આ કંપનીની મનમાની સામે પરંતુ ધારાસભ્ય શ્રી પણ આ પ્રકારની તદન જોહુકમી કરી અને આસપસાના જનજીવનના લોહીચુસણા કરનારી કંપની સામે ફરીથી લડતનો બ્યુગલ ફુંકે, આગળ આવે, પ્રજાજનોને ન્યાય અપાવે અને કપનીની શાન ઠેકાણે લાવે તેવી લોકમાંગપણ ઉઠવા પામી રહી છે. અબડાસાના ધારાસભ્ય જે વખતે અનસન કર્યા અને તેઓના મુદાઓ હતા તેને ઉકેલી દેવાની કંપનીએ ખાત્રી આપી હતી. હકીકતમાં આ મુદાઓ ઉકેલાયા ન હોય હજુય તો ધારાસભ્ય પણ પ્રજાજનોની સાથે રહી અને આ કંપનીની શાન ઠેકાણે લાવવાનો સાચો સમય આવી ગયો છે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય.

અલ્ટ્રાટ્રેક દ્વારા થાય છે બેફામ વાયુપ્રદુષણ :બે વૃક્ષો વાવીને કરે છે ત્રાગા-નાટક…!
જીપીસીબી જેવા સરકારી તંત્રો કેમ કંપનીના ઘુંટણીએ : ગ્રીન બેલ્ટ વિકસાવાના નામે કંપની તદન મીંડુ
ગાંધીધામ : અલ્ટ્રાટેક કંપની જેવાઓએ હકીકતમાં તેઓના પ્લાન્ટની રોડની બન્ને બાજુએ નિયમ અનુસાર ગ્રીન બેલ્ટ જ ઉભા કરવાના અને વિકસાવવાના હેાય છે. આ કંપની દાયકા કરતા વધુ સમયથી અહી કાર્યરત બનેલી છે છતા પણ હજુ અહી વવાયેલા વૃક્ષો દાઢ-બે ફુૃંટથી વધુ વિકસી શકયા નથી ત્યારે શુ સમજવુ?૧૦ વર્ષમાં ધારે તો આ કંપનીની આજુબાજુ વૃક્ષો એટલા ઘનઘોર બની ગયા હોય કે, વિશાળ કાય પ્લાન્ટ પણ તેમનો ઢંકાઈ શકે તેમ છે. પરંતુ આ કંપની વાયુપ્રદુષણ બેફામ કરી રહી છે અને પર્યાવરણ બચાવના નામે માત્રે બે છોડ વાવી, ફોટોશેસન કરીને વાહવાહી માત્ર જ મેળવાય છે. આ ઉપરાંત કેટલાય કિમંતી વૃક્ષોનો આ કંપનીએ શોથ વાળી દીધો છે અને ખાણ વિસ્તાર ઉભા કરી દીધા હોવાનો ચિત્તાર દર્શાય છે.

સીએસઆરના નામે કંપનીનો ઠેંગો
ગાંધીધામ : કેન્દ્ર સરકારની નીતી અનુસાર દરેક ઉદ્યોગોએ કોપોરેટ સોશ્યલ રીસ્સપોન્સીબીલીટી એટલે કે સીએસઆર ફંડનો આસપાસના વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરવાનો હોય છે. વાર્ષિક આવકના બે ટકા રકમ આસપાસના વિસ્તારના ઉત્થાનમાં ઉપયોગમાં લેવાની હોય છે. જાણકારો દ્વારા ઉઠાવાયેલા સવાલો અનુસાર અલટ્રાટેક દ્વારા સીએસઆરના નામે પણ અહીના લોકોને ઠેંગો જ દર્શાવી દેવાયો છે. સીએસઆરનુ કોઈ પુછે એટલે હરતુ ફરતુ દવાખાનુ ચલાવી રહ્યા હોવાનુ દેખાડી દેવાય છે પરંતુ ૧૪ ગામો વચ્ચે આ એક હરતુ ફરતુ દવાખાનુ અને તે પણ કયારેક જ ચાલતુ હોવાનુ મનાય છે. આ દવાખાનામા સુવિધાઓ અને આરોગ્ય તબીબો કે નિષ્ણાંતોનો પણ અભાવ જ રહેલો હોય છે.

  • કંપનીમાં કરોડોની રોયલ્ટીચોરીની ગંધ
    લાઈમસ્ટોનનો જથ્થો કયાથી લવાય છે? કેટલી ગાડીઓ ભરાય છે, કેટલી દેખાડાય છે ? ખાણખનિજની ટીમો ખડકાય તો દુધનુ દુધ અને પાણીનુ થાય પાણી

ગાંધીધામ : સિમેન્ટના જગવિખ્યાત પ્લાન્ટ એવા અલ્ટ્રાટેક કંપનીમાં અન્ય વિભાગોની સાથે ખાણવિભાગને પણ તગડી રકમનો ચુનો ચોપડવામાં આવતો હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી રહી છે. કહેવાય છે કે, કંપની દ્વારા સિમેન્ટ માટે જે લાઈમસ્ટોનનો જથ્થો નજીકની ખાણોમાથી ઉત્ખનન કરાય છે તેમા ૧પ૦ ગાડીઓ નીકળે તો ૮૦ દેખાડાઈ રહી છે. અને આમ મોટપાયે રોયલ્ટની ચોરી કરવામા આવી રહી છે. અહી ખાણખનિજ વિભાગની ટુકડીઓ ત્રાટકે તો મોટા ખુલાસાઓ થવાપામી શકે તેમ છે અને કંપનીની ગોબાચોરીનો પણ પર્દાફાશ થઈ શકે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે. લાઈમસ્ટોનનો પ૦ ટકા જથ્થો કંપની ઓછો દેખાડી રહી હોવાનુ ચર્ચાય છે.