અફઘાનિસ્તાનના કંદહારામાં એરસ્ટ્રાઇકઃ ૮૦થી વધુ આતંકીઓ ઠાર

(જી.એન.એસ.)કંદહાર,અફઘાનિસ્તાનના કંદહારમાં રવિવારે એરસ્ટ્રાઈકમાં ૮૦થી વધારે આતંકીઓ ઠાર થયા છે. અરધનદાબ જિલ્લામાં થયેલી આ કાર્યવાહીમાં તાલિબાનના મુખ્ય કમાન્ડર સરહદીનું પણ મોત થયું છે. અફઘાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટિ્‌વટ કરીને એરફોર્સની આ કાર્યવાહીની માહિતી આપી છે.ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તા ફવાદ અમાને જણાવ્યું કે આતંકીઓના ઠેકાણાઓ પર તે સમયે એર સ્ટ્રાઈક કરવામાં આવી જ્યારે તેઓ એક હુમલો કરવાની તૈયારીમાં હતા.ચીનની શિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એર સ્ટ્રાઈક દરમિયાન આતંકીઓ અને તેમના કમાન્ડરનું મોત થયું છે. આ સિવાય આતંકીઓના બે ટેન્ક અને ઘણાં વાહન ઉડાવી દીધા હતા. જોકે કંદહારમાં એક્ટિવ તાલિબાનોએ આ હુમલા પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી.અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગિનીએ તાલિબાની આતંકીઓ સાથે શાંતિનો એક રોડમેપ તૈયાર કર્યો છે. રિપોટ્‌ર્સમાં અમુક દસ્તાવેજો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તુર્કીમાં થનારી એક બેઠક પહેલા ગનીએ ત્રણ ફેઝ વાળા રોડમેપ તૈયાર કર્યો છે. તેમાં ઈલેક્શન પહેલાં તાલિબાની સાથે સમજૂતી અને સીઝફાયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.