અપીલ કચ્છવ્યાપી સખાવતી સંસ્થાઓને..! : કોવિડ કેર હોસ્પિટલનો ન કરી લેતા સંકેલો.!

0
14

હાલમાં જો માળખા વિખેરાશે અને ફરીથી કોરોનાની લહેર બે-પાંચ માસમાં આવશે તો ૧ જ ઘૂંટવાની આવશે નોબત : ઓકિસજન પાઈપલાઈન સહિતની વ્યવસ્થાઓ થશે ત્યાં સુધી તો કઈકને આ બીમારી ફરીથી ભરખી ગઈ હશે..ઃ એટલે ઈતિહાસમાંથી આપણે એટલું જ શીખ્યા છીએ કે, ઈતિહાસમાંથી આપણે કંઈ જ ન શીખી શકયા..વાળો તાલ ન થાય તે જોવું હિતાવહ

મહામારીની બીજી લહેરના પીક પસાર થતા દર્દીઓની સંખ્યા ઓછી થતી જશે, પણ તેનો અર્થ એ ન સમજતા કે, કોરોના જતો જ રહ્યો..હજુ તો ત્રીજી-ચોથી લહેરનો ખતરો તોળાઈ જ રહ્યો છે.., ઉતાવળે સેવાભાવી સંસ્થાઓ જો માળખાઓ વિખેરી નાખશે તો આગામી સમયમાં ફરીથી સર્જાશે મોટી જીવલેણ હાલાકીઓ..

ગાંધીધામ : કોરોનાની બીજી લહેરે સરકારી તંત્રના આરોગ્ય માળખા સહિતની વ્યવસ્થાઓને ખુબજ પાંગળી પુરવાર કરી દીધી હતી. આ બીજી લહેરમાં સરકારની સાથે લોકભાગીદારીએ જે ભાગ ભજવ્યો છે તે ખરેખર લોકોના જીવ બચાવવાની દીશામાં કાબીલેદાદ કહી શકાય તેમ છે. સરકારે યથાયોગ્ય વ્વયસ્થાઓ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો પરતુ કોરોનાની બીજીલહેરમાં સેવાભાવી સંસ્થાઓ પણ કોરોનાના આઈસોલેશન સહિતના સેન્ટરો અને હોસ્પિટલ ખોલી તેનાથી સરકાર પર ભારણ ઘટયુ છે અને લોકોના જીવ જતા પણ બચાવી શકયા છે તેમ કહેવુ અસ્થાને કહેવાય. કચ્છમાં પણ પૂૃર્વ વિસ્તારમાં લીલાશા કોવિદ કેર સેન્ટર હોય કે પછી ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ સંચાલિત આઈસોલેશન સેન્ટર, અને આવા કચ્છવ્યાપી પણ અનેકવીધ સંસ્થાઓ દ્વારા કોવિદ કેર સેન્ટરો શરૂ કરવામા આવ્યા હતા. વાગડથી લઈ અને નલીયા રાતાતળાવસુધીથી લઈ અને નખત્રાણાના પાટીદાર કોવિદ કેર સહિત આ વ્યવસ્થાઓ સંસ્થાઓએ સ્વયં ભુ ઉભી કરી દીધી છે જે બીજી લેહરમાં દર્દીઓને ખુદના વિસ્તારમાં જ સારવાર મળતી થવાથી અડધોઅડધ વ્યકિત એમને એમ જ સાજો થવા પામી ગયો છે. હાલના તબક્કે અહી અપીલ એ કરવાની છે કે, કચ્છની આવી સખાવતી સંસ્થાઓ કે જેઓએ બીજી લહેર વખતે કોવિદ કેર સેન્ટરો ઉભા કર્યા છે, તેના માટેની તમામ ગાઈડલાઈનોને પૂર્ણ કરી છે, મેડીકલ સાધન-સજજતા વિકસાવી લીધી છે, તેઓ હાલના સમયે થોડા કેસ ઓછા થવાની સાથે જ સંકેલો કરી લેવાનો ઉતાવળીયો નિર્ણય ન લઈ લેતા. બીજીલહેરની પીક પસાર થઈ રહી છે માટે કેસો સહેજ સહેજે ઘટવાના છે પરંતુ તેનાથી એમ માની લઈએ કે, કોરોના જતો જ રહ્યો છે, હવે આવી સંસ્થાઓની જરૂરીયાત નથી રહેતી તો કદાચ તે ઉતાવળીયો નિર્ણય અને ભુલભરેલો પણ બની શકે તેમ છે. હજુ તો બીજી લહેર ગઈ છે, નિષ્ણાંતોના મત અનુસાર ત્રીજી અને ચોથી લહેરની સંભાવનાઓ તોળાઈ જ રહી છે. આવામાં આવી સંસ્થાઓ જો હાલમાં માળખુ વીખી નાખે અને પછી ત્રીજી લહેર આવી જ ત્રાટકે તો ઓકિસજન પાઈપલાઈનો ઉભી કરવા સહિતના મામલે એટલો બધો સમય વીતી જાય કે, ફરીથી આ બીમારી કઈક લોકોને ત્યા સુધીમાં તો ભરખી જાય તેમ હોય છે. માટે આવી સંસ્થાઓ હાલમાં કદાચ કેસો ઘટે તો તેમની વ્યવસ્થાઓ અને માળખાને જાળવી રાખે, જેથી ભવિષ્યમાં પણ તેનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર આવી પડે તો સત્વેર તેને ઉપયોગમાં સક્રીય કરી શકાય. આપણે સૌએ સમજવાની જરૂર છે કે, કોરોના સામેની લડાઈ લાંબી છે. તે સહિયારી રીતે લડવામા આવશે તો જ જીતી શકાય તેમ છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ બાદ આ મહામારી ત્રીજા વિશ્વયુદ્ધ સમાન જ છે. તેમાં સરકાર-સરકારીતંત્ર, લોકો-આમપ્રજા અને સખાવતી સંસ્થાઓ તથા આગેવાનોની સહિયારી જંગ લડાશે તો જ જીતી શકાય તેમ છે.