અપહરણના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

ભુજ : બી ડિવિઝન પોલીસ દ્વારા અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની સુચનાથી આરોપીને ઝડપી પડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના વાલ્મિકી નગરમાં ન્યૂ લોટસ કોલોનીમાં રહેતા આરોપી શક્તિવેલ શેખરભાઈ રાજપૂત યુવતિનું અપહરણ કરીને લઈ ગયો હતો. અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. તે આરોપી ન્યૂ લોટસ કોલોની તરફ આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ પોલીસ કોન્સટેબલ નવિનકુમાર જોષીએ ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી હતી.