અમદાવાદ : અદાણી ગ્રુપ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસઅદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે જાહેરાત કરી છે કે  તેમને એનઈલપી ૬ના બ્લોક એમબી-ઓએસએ૨૦૦૫/૨ માં સૌ પ્રથમ વાર ગેસ મળી આવ્યો છે. એડબલ્યુઈએલ એ સહયોગી તરીકે ૧૦૦ ટકા હિત ધરાવે છે અને તે આ બ્લોકના ઓપરેટર છે. ૭૧૪.૬ ચો.કિ.મી.  વિસ્તારમાં પથરાયેલો આ બ્લોક ગેસ માટે વિપુલ ક્ષમતા ધરાવતા મુંબઈ ઓફશોર બેસીનના તાપ્તિ-દમણ ક્ષેત્રમાં આવેલો છે અને બેસીનમાં બીજા ઓપરેટરો દ્વારા ઉત્પાદન ચાલુ છે.

એડબલ્યુઈએલને આ બ્લોક ન્યુ એક્સપ્લોરેશન એન્ડ લાયસન્સિંગ પોલિસીના સાતમા રાઉન્ડના બીડમાં એનાયત કરાયો હતો.  શરૂઆતમાં જે નિર્દેશો મળ્યા છે તે મુજબમહુવા અને દમણ ફોર્મેશનના ગેસ ધરાવતા સ્ટેન્ડ સ્ટોન ભંડારોમાં ગેસના ભંડાર ધરાવતી અનામતો હોવાના નિર્દેશ મળ્યા હતા. વર્તમાન કૂવામાં માર્ચ ૨૦૨૧  દરમ્યાન કરાયેલા શારકામમાં  સુનિશ્ચિત કરાયેલા ત્રણ સક્ષમ ઝોનમાંથી બે ઓબજેકટનુ ડ્રીલ સ્ટેમ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ક્લીન સ્ટેન્ડસ્ટોન રિઝર્વોયરમાં દૈનિક  ૯.૭ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રવાહમાં ૨૬૫૯ પીએસઆઈના  ફલોઈંગ ટબીંગ હેડ પ્રેશરે  ૨૮/૬૪ ચૉક જેટલા નોંધપાત્ર પ્રમાણમાં ગેસ જણાયો હતો.

ગેસ મળી આવ્યા અંગે એડબલ્યુઈએલના એમડી સંદીપ ગર્ગે જણાવ્યું હતું કેઆ દાયકાના અંત સુધીમાં એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો ત્રણ ગણો કરવાના આપણા રાષ્ટ્રના ધ્યેયના સંદર્ભમાં  કંપની માટે મૂલ્ય વધારનારી  હોવા ઉપરાંત આ શોધ આપણા દેશ માટે પણ નોંધપાત્ર એક મહત્વની પ્રગતિ દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કેનજીકમાં મળી આવેલા વિપુલ ગેસ ધરાવતા બી-૯ કલ્સ્ટરની પણ આ કંપની ઓપરેટર છે. આ બંને ભાવિ બ્લોકસમાં એડબલ્યુઈએલને માટે સારામાં સારો  વિકાસ હાંસલ કરવાની એકરૂપતા દર્શાવવાનું શકય બનાવશે.