અદાણી મેડિકલ કોલેજમાં છ વર્ષ પહેલા સ્થાપિત મોલે.લેબ કોરોનામાં ઝડપી ટેસ્ટ કરવા આશીર્વાદરૂપ બનીઃ

આ લેબનું માળખું કોલેજના વર્તમાન ડીન અને તત્કાલીન માઇક્રોબાયોના વડા વિંગ કમાન્ડર ડો. એ.એન.ઘોસે તૈયાર કર્યું હતું

ભુજ : અદાણી મેડિકલ કોલેજ ભુજમાં છ વર્ષ પહેલા સ્વાઇન ફ્લૂના ઉપદ્રવ વખતે આરટીપીસીઆર ટેસ્ટ માટે બનાવવામાં આવેલી મોલેક્યુલર લેબ યોગાનુયોગ કોરોનાકાળમાં સુધારા-વધારા કરીને તૈયાર કરેલી એ જ લેબ કચ્છમાં જ ઝડપથી આરટીપીસીઆર ટેસ્ટ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આ પરમાણુ વિષયક પ્રયોગશાળાનુંં માળખું ૨૦૧૫માં તત્કાલિન માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને વિંગ કમાન્ડર પ્રો. ડો. એ.એન. ઘોસે તૈયાર કર્યું હતું. અને એ જ ડો. ઘોસની આ કોરોનાકાળમાં અદાણી મેડિકલ કોલેજના ડીન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કોલેજના ડીન અને વિંગ કમાન્ડર ડો. ઘોસે કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં સ્વાઇન ફ્લૂએ રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના આરટીપીસીઆર ટેસ્ટની ખૂબ માંગ હતી. એ હકીકતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની મદદથી સ્વાઇન ફ્લૂની ચકાસણી માટે મોલે. લેબ તૈયાર કરવામાં આવી હતી ત્યારે તેમાં ૮૦૦ નમૂનાઓનું પરિક્ષણ થતું હતું. જી.કે. જનરલ હોસ્પિટલ અને કોલેજમાં લેબનું ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોતા તાત્કાલિક પુનઉ કોરોના પરિક્ષણ માટે તૈયાર થઈ ગઈ જેમાં આજે લાખથી વધુ ટેસ્ટ થયા છે. તેમ ઉમેર્યું હતું.

પૂણેની સંરક્ષણની દ્રષ્ટિએ દેશમાં સૌથી મોટી ગણાતી અને સુવિખ્યાત તબીબી સંસ્થા આર્મડ ફોર્સિસ મેડિકલ કોલેજ પ્રોફેસર હતા. ૨૦૦૭માં ત્યાથી નિવૃત્તિ મેળવી શિમલા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે જાેડાયા ત્યારબાદ ત્રણ વર્ષ પુણે નાવલે મેડિકલ કોલેજમાં કાર્ય કર્યું. અને એક વર્ષ નેપાળમાં મનીપાલ મેડિકલ કોલેજ પોખરામાં પ્રો. રહ્યા. ત્યાથી નિવૃત થઈ વર્ષ ૨૦૧૧માં તેઓ ભુજ અદાણી મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને પ્રો. બન્યા. આટલી લાંબી તબીબી શૈક્ષણિક કારકિર્દીના પરિપાકરૂપે  તેમને ડીન તરીકે નિમણૂક આપવામાં આવી છે.