અદાણી ગ્રીન એનર્જી એસબી એનર્જીનો ૫ ગીગાવોટ રિન્યુએબલ પાવર પોર્ટફોલિયો ૨૬,૦૦૦ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ સાથે હસ્તગત કરશે

અમદાવાદ : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આજે એસબીજી(૮૦ ટકા)ના શેરનો હિસ્સો એસબી એનર્જી ઈન્ડિયા અને ભારતી ગૃપ (૨૦ ટકા)ના શેર મળી ૧૦૦ ટકાનો હિસ્સો હસ્તગત કરવા માટે શેર ખરીદી કરાર ઉપર સહી સિક્કા કર્યા છે. ભારતના ચાર રાજ્યોમાં એસબી એનર્જી ઈન્ડિયાઆ પાસે કુલ ૪૯૫૪ રિન્યુએબલ મેગાવોટનો પોર્ટફોલિઓ છે.રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં હસ્તાંતરનો ભારતમાં આ સૌથી મોટો સોદો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, અમે જાન્યુઆરી ૨૦૨૦માં જે સપનું જણાવ્યું હતું તે તરફનું આ સંપાદન વધુ એક પગલું છે, જેમાં અમે ૨૦૨૫ સુધીમાં વિશ્વના સૌથી મોટા સૌર ખેલાડી બનવાની અમારી યોજનાઓ ઘડી હતી અને ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં જગતની સૌથી મોટી રિન્યુએબલ કંપની બનશે. મસાયોશી સોન, પ્રતિનિધિ નિયામક, કોર્પોરેટ અધિકારી, ચેરમેન અને સીઇઓ સોફ્ટ બેન્ક ગ્રુપ કોર્પો.એ કહ્યું હતું કે, અમે ૨૦૧૫માં એસબી એનર્જી ઇન્ડિયાની સ્થાપના ભારતના વિકાસને સ્વચ્છ અને રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોતોથી શુદ્ધિકરણમાં મદદ કરવા સ્વચ્છ ઉર્જા કંપનીના બજારનું સર્જન કરવાની આગેવાની લેવાના લક્ષ્ય સાથે કરી હતી, જેથી અમે જે સંપન્ન કર્યું છે તેનો અમને ગર્વ છે. ભારતી એન્ટરપ્રાઇસીઝના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે, મને આનંદ છે કે એસબી એનર્જીને ભારતમાં અગ્રણી રિન્યુએબલ ઉર્જા કંપની બનાવવાની તેણેે શરુ કરેલી યાત્રાન ેઆગળ વધારવા માટે એક સારું ઘર મળ્યું છે.