અદાણી ઈલેકટ્રીસિટીએ રિલાયન્સ ઈન્ફ્રાના પ૦૦ કરોડના દાવાને ફગાવ્યો

0
53

ભુજ : રિલાયન્સના અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપના હિસ્સાની રીલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ ડિસેમ્બર ૨૦૨૧માં થયેલા શેર ખરીદ સમજૂતિ હેઠળ એક ચોક્કસ વિવાદ પરત્વે પર આર્બિટ્રેશન શરૂ કર્યું હતું. આ દાવો રૂા.૫૦૦ કરોડનો હતો. અદાણી ઇલેક્ટ્રીસિટી લિ.એ જરૂરી પ્રક્રીયાને અનુસરીને રીલાયન્સ ઇન્ફ્રાના દાવાને ફગાવી દીધો હતો. રજૂઆત કરી હતી કે રીલાયન્સ ઇન્ફ્રાએ શેર ખરીદ સમજૂતિ હેઠળ અદાણી ઇલેક્ટરીસિટી મુંબઇ લિ.સાથે અતિ મહત્વના ઘણા મોટા દાવાઓની હજુ સુધી પતાવટ કરી નથી. 

રીલાયન્સ ઇન્ફ્રાએ ચાલુ વર્ષના ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં વધારાના વિવાદો અને દાવાઓ ઉઠાવીને પૂરક લવાદની અરજી કરી છે. વિવાદો સમર્થન વિહોણી સ્થિતિ ઉપર આધારિત અને પાછળથી આવેલા વિચારો છે. વિવાદના નિરાકરણ માટે શેર ખરીદ સમજૂતિ હેઠળ નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અદાણી ટ્રાન્સમિશન લિ. / અદાણી ઇલેક્ટ્રિસિટી લિ. અનુસરી રહી છે અને તથ્યો અને હકીકતો સાથે જવાબ આપવા સાથે આર્બિટ્રેશનની કાર્યવાહીમાં રીલાયન્સ-ઇન્ફ્રા સામે પોતાના દાવા પ્રસ્તુત કરશે.