મુંબઈ : એક વેબસાઇટ સાથે ઇન્ટરવ્યૂમાં ૫૭ વર્ષીય સુનીલ શેટ્ટીએ પોતાના કરિયર અને સાથીઓની સફળતા અંગે ખુલીને વાત કરી.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આજે મને અક્ષય અને અજયને જોઇને ગર્વ થાય છે. હું તેમને સલામ કરું છું. તે મારા નિકટના મિત્ર છે. આજે તેમણે જે જગ્યા મેળવી છે તે તેનાથી મને પ્રેરિત કરે છે. મને ઇર્ષા થતી નથી. મેં ભૂલો કરી છે અને તેના કારણે આજે હું અહીં છું. હું બન્નેના બહુ વખાણ કરું છું અને વિચારું છું કે કાશ હું તેમના જેવો હોત. તેના માટે મારે બહુ મહેનત કરવી પડશે. સુનીલ શેટ્ટીએ પોતાની ભૂલો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું ઇમોશનલ હતો. મેં ક્યારેય મારું કરિયર પ્લાન નથી કર્યું. સાથે જ ક્યારેય ઉતાર-ચઢાવનું પ્લાનિંગ નથી કર્યું. આજે મારો ફ્રાઇડે સારો નથી તો તે માત્ર મારી ભૂલોના કારણે. હું ક્યારેય એ વિચારીને નથી જતો કે પાછલા શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ હિટ હતી કે ફ્લોપ. હું માનસિક રીતે બહુ મજબૂત છું અને પોતાની જાત પર વિશ્વાસ રાખું છું.-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here