અક્ષયની ’રક્ષાબંધન’ સાથે પ્રભાસની ’આદિપુરુષ’ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨માં રિલીઝ થશે

0
646

(એ.આર.એલ)મુંબઈ, મહારાષ્ટ્ર સરકારએ શનિવારે ૨૨ ઓક્ટોબર પછી સિનેમા હોલ ખોલવાની જાહેરાત કરી છે. આ સાથે નિર્માતાઓએ ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર કરી દીધી છે. આ વર્ષે નવેમ્બરથી આગામી વર્ષ સુધી ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર થઈ છે. ૨૦૨૨માં સ્વતંત્રતા દિવસના સપ્તાહમાં આદિપુરુષ અને રક્ષાબંધન એક સાથે રિલીઝ થઈ શકે છે. આદિપુરુષની રિલીઝ તારીખ પહેલાથી જ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૧ ઓગસ્ટે થિયેટરોમાં આવશે. આ ફિલ્મ હિન્દી સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે, જ્યારે મુખ્ય સ્ટારકાસ્ટમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ છે. આદિપુરુષની કથા રામાયણથી પ્રેરિત છે. આદિપુરુષ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ફિલ્મ છે.
અક્ષય કુમારની ફિલ્મ ’’રક્ષાબંધન” આવતા વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મમાં ભૂમિ પેડનેકર અક્ષય કુમાર સાથે જોવા મળશે. ભાઈ-બહેનના સંબંધને સમર્પિત આ ફિલ્મ અક્ષયની બહેન અલકા હિરાનંદાનીએ કલરયેલો પ્રોડક્સન સાથે મળી નિર્માણ કરે છે. આ ફિલ્મ અગાઉ ૫ નવેમ્બર ૨૦૨૧ ના ??રોજ રિલીઝ થવાની હતી.