અકોલામાં ખેતમજૂરની હત્યાઃ મિત્રની ધરપકડ

(જી.એન.એસ)અકોલા,અકોલામાં મિત્રે કુહાડીના ઘા ઝીંકીને ખેતમજૂરની હત્યા કરી હોવાની ઘટના રવિવારે પ્રકાશમાં આવી હતી. છબુલાલ બુહમ અને પ્રભુ ધિકાર પિંપરી ખુર્દ ગામમાં સાથે રહેતા હતા અને રવિવારે બંને વચ્ચે ભોજનને લઇ વિવાદ થયો હતો. આથી રોષે ભરાયેલા પ્રભુ ધિકારે કુહાડીના ઘા ઝીંકીને છબુલાલની હત્યા કરી હતી અને બાદમાં તે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો, એમ અકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જ્ઞાનોબા ફડે જણાવ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને નજીકના જંગલમાંથી પ્રભુને તાબામાં લીધો હતો.