અંબાજીમાં યોજાતો ભાદરવી પૂનમનો મેળો રદ

પાલનપુર:ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુકવામાં આવતો હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના પગલે ભાદરવી પૂનમનો મહામેળો નહી યોજાય. ગૃહ વિભાગ દ્વારા મેળો નહીં યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, ભાદરવી પૂનમ સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.આ ઉપરાંત પગપાળા સંઘોને મંજૂરી ન આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જે ભક્તોએ બાધા માનતા રાખી હોય તેવા પદયાત્રીઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આવનારા પદયાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી વહીવટીદાર એસ જે ચાવડાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. સાથો સાથ પદયાત્રીઓને પણ મજૂરી