અંજાર સુધરાઈના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન શાહનું કોરોનાથી નિધન

અંજાર : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન શાહનું કોરોનાના કારણે નિધન થતા શોકની લાગણી ફેલાઈ હતી. ગુરૂવારે તેમની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા હતા. અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવળતા તેમનું મોત નિપજ્યું હતું. વર્ષ 2010થી 13 દરમિયાન તેઓ અંજાર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. 50 વર્ષિય મહિલા આગેવાનનું કોરોનાને કારણે મોત નિપજતા જૈન સમાજ સહિત રાજકીય જગતમાં શોક ફેલાયો હતો.