અંજાર નગરપાલિકા સંચાલિત શબ વાહિની ગાંધીધામ નગરપાલિકાને સોંપી દેવાતા કચવાટ

ગાંધીધામ : કોરોના મહાકાળ બની લોકોનાં મૃત્યુ પામતાં હવે અંજાર શહેરમાં લારી, રિક્ષા કે અન્ય ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મૃત પરિવારનાં સ્વજન માથે અંજાર શહેર નગરપાલિકા સંચાલિત શબ વાહિની ગાંધીધામ, આદિપુરની પાલિકાને સોંપી દેતા અંજાર શહેરની પ્રજા ફરી ખિસ્સા ખાલી કરાવવામાં સફળ રહી.લોકોમાં ચર્ચાય છે કે, ઘણાં વર્ષોથી અંજાર નગરપાલિકામાં ભાજપ શાસન કરી રહી છે. અત્યાર સુધી અંજાર શહેરની જનતાએ આ સરકાર દ્વારા મકાન વેરા,પાણી વેરા, સાફસફાઈ વેરા કે અન્ય બોજ નાંખતા વધુ સારા વિકાસની લાલચમાં લોકોએ આંખો બંધ રાખી આટલા વર્ષોથી વિશ્વાસના ભાગ રૂપે ખોબલે ખોબલે મત આપ્યા છે. તેની સામે નગરપાલિકામાં શાસક એવાં ભાજપનાં કોર્પોરેટર, કાઉન્સિલર અને કબ્જામાં રહેલાં અધિકારીઓ દ્વારા આજદિન સુધી અધૂરા વિકાસકામો કરી અંજાર શહેરની જનતાને અસુવિધા,અવ્યવસ્થા સર્જી હાલાકીનો, મુસીબતોનો સામનો કરવા મજબૂર બની ગઈ છે.અંજાર નગરપાલિકાનાં સંચાલકો ત્યારે હદ વટાવી દીધી છે કે, જ્યારે નગરપાલિકા સંચાલિત એકમાત્ર શબ વાહિની ગાંધીધામ આદિપુરની સેવામાં સોંપી દીધી. જ્યારે ગાંધીધામ તો કચ્છનું સૌથી મોટું આર્થિક મથક ગણાય છે. ગાંધીધામની નગરપાલિકા પાસે વેરા રૂપે કરોડોની આવક જમા છે.તેમ છતાં અંજાર શહેરની નગરપાલિકા દ્વારા લોકોનાં મૃત પામેલાં સ્વજનને સ્વધામ,સ્મશાન સુધી પહોંચવા માટેની એક માત્ર આધાર રૂપ આ શબ વાહિની ક્યાં કારણોસર સોંપવામાં આવી છે.તે બાબતે અંજાર પાલિકાનાં શાસક પક્ષનાં નેતાઓ, અધિકારીઓ એક શબ્દ ન ઉચ્ચારી મૌન ધારણ કરી લેવાથી અંજાર શહેરની જનતાની અંતિમ,અનંત યાત્રામાં પડતી તકલીફો,સમસ્યા દૂર થશે નહી.જનતા જવાબ માંગીને જ રહેશે કે, ચંપકનગર સાર્વજનિક સ્મશાનમાં ઘણાં વર્ષો પહેલાં ઇલેક્ટ્રિક સિસ્ટમ વાળુ સ્મશાન તૈયાર થયેલ હોવા છત્તા ઇલેક્ટ્રિક ભઠ્ઠી લગાવવામાં આવી નથી. બાહ્ય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, પાટણની કંપનીને આ કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ તે ઇલેક્ટ્રિક સિસ્ટમ પરત મોકલી આપવામાં આવી હતી. આ બાબતે જો નગરપાલિકાનાં શાસક પક્ષ અને અધિકારીઓને સવાલ કરવામાં આવે તો ઘણાં બધાં વિસ્ફોટો સર્જાય કે મસમોટું કોભાંડ બહાર આવે તેવું લોકોમુખે ચર્ચાય રહ્યુ છે તેવું અંજાર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ હિરેન સોરઠિયાએ જણાવ્યું છે.