અંજાર તાલુકાના આરોગ્ય કેન્દ્રોની જિ.પં. પ્રમુખે લીધી મુલાકાત

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન રમેશ કારાએ અંજાર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોવિડ-૧૯ સંબંધિત સેવાઓનું નિરીક્ષણ અને માહિતી મેળવવા માટે પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન પ્રમુખ દ્વારા રતનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વરસામેડી સબ સેન્ટર, મેઘપર બોરોચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેડોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાની નાગલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચાંદરાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુધઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર વગેરેએ સ્થળોએ મુલાકાત લીધી હતી અને લોકોને આરોગ્ય સંબંધિત સેવાઓ સારી રીતે મળી રહે તે માટે જિ.પં.ના પ્રમુખ પારૂલબેન હંમેશા કાર્યશીલ રહ્યા છે અને આરોગ્ય તંત્રને પણ ખૂટતી કડીઓ જાણીને તે દુર કરવા માટે પ્રયત્નો કરતા રહે છે. આ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સાથે વરસામેડી તથા મેઘપર બોરીચી પ્રમુખ પારૂલબેન સંયુક્ત મુલાકાત લીધી હતી અને આરોગ્યની સેવાઓ બાબતે યોગ્ય સૂચનો કર્યા હતા. અંજાર તાલુકાના સમગ્ર પ્રવાસ દરમ્યાન જિ.પં.ના સદસ્ય મ્યાજારભાઈ છાંગા, પૂર્વ પ્રમુખ જીવાભાઈ આહિર, જિ.પં.ના દંડક મશરૂભાઈ તથા દરેક સ્થાનિક સરપંચઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પારૂલબેન દ્વારા જણાવાયું હતું કે, કોરોના વોરિયર એવી આરોગ્યની ટીમની સેવાઓને બિરદાવી હતી.