અંજાર-ગાંધીધામ તાલુકામાં કાર્યરત કોવિદ હોસ્પિટલ-કેરસેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની માહીતી ગુગલ સીટમાં તૈયાર કરીને ટવિટ કરી : દર્દીઓ-સગાવ્હાલાઓને થશે મોટી રાહત : ખાલી બેડની વ્યવસ્થાઓ અંગે લોકોને સરળતાથી મળી રહેશે માહીતી

ગાંધીધામ : કોરોનાની મહામારીએ કચ્છમા પણ હાહાકાર મચાવી દીધો છે. સરકારના તમામ પ્રયાસો બાદ પણ દર્દીઓને રેમડેસિવર ઈન્જેકશનો, ઓકિસજન અને હોસ્પિટલમો પથારીઓને લઈને સતત લાઈનોમા ઉભા રહેવુ અથવા તો દર બદર ભટકવાની નોબત આવતી હોવાની ફરીયાદો રૂટીન બની જવા પામી છે તે વચ્ચે જ હવે કઈ હેાસ્પિટલમાં અથવા તો કેર સેન્ટરમાં કેટલા બેડ ખાલી છે તેની માહીતીઓ દર્દીઓ સહિતનાઓને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તે માટે અંજારના યુવા ડેપ્યુટી કલેકટર ડો. વિમલ જોષી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે એટલુ માત્ર જ નહી પરંતુ આ માહીતીઓની એક ગુગલ સીટ સચોટ તૈયાર કરવામા આવી છે જેને સાર્વજનિક કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે એસડીએશ્રી અંજારનાઓ દ્વારા જ ખુદ ટિવટ કરીને આપેલી માહીતીઓમાં જણાવ્યા અનુસાર અંજાર-ગાંધીધામ તાલુકામા કાર્યરત કોવિડ હોસ્પિટલ તથા કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની માહીતી લોકોને સરળતાથી મળી રહે તે માટે પ્રયત્ન કરવામ આવેલ છે. નોધનીય છે કે, તેઓએ ગુગલ .કોમ પર આ પ્રકારની માહીતી રજુ કરી છે. તેઓ દ્વારા તૈયાર કરવામા આવેલી આ માહીતીમાં તાલુકો એટલે કે અંજાર અથવા તો ગાંધીધામમાં કઈ હોસ્પિટલમાં કેટલી ફ્રી એટલે સરકાર સંચાલિત અને કઈ પેઈડ સેવાઓવાળી હોસ્પિટલોના નામની સામે તે હોસ્પિટલની કોવિદ કેરની ક્ષમતા અને તેની સામે ભરાયેલા બેડ અને ખાલી બેડનુ લીસ્ટ અપડેટ કરીને રજુક રવામા અવાયુ છે. એટલુ માત્ર જ નહી પરંતુ જે-તે હોસ્પિટલને લગતા નોડેલ ઓફિસરનુ નામ અને તેમના મોબાઈલ નંબર પણ અંજાર ડેપ્યુટી કલેકટર દ્વારા સાર્વજનિક કરવામા આવેલા છે.કઈ હેાસ્પિટલોમાં ગાંધીધામ અને અંજાર તાલુકામાં કેટલાકમા એનએફએનસી, બાયપેપ તથા વેન્ટીલેટરની શુ વ્યવસ્થાઓ છે, કેટલા છે, કેટલા ખાલી કેટલા ઓકયુપાઈડ છે તે અને ટોટલ આ તમામની આંકડાકીય માહીતી ગુગલ સીટ તરીકે રજુ કરી અને સાર્વજનિક કવરામા આવી છે. હકીકતમાં જે રીતે અંજાર અને ગાંધીધામ તાલુકાની આ તમામ માહીતીઓ ગુગલ સીટ પર તૈયાર કરાઈ છે તે રોજરોજ અપડેટ થાય, હોસ્પિટલો વાળા પણ આ માહીતીને સ્વયં ભુ અપડેટ કરતા રહે અને તેની ગુગલ સીટ આ રીતે રોજરોજની સાર્વજનિક કરવામા આવે તો આમતેમ ભટકી રહેલા કોવિદના દર્દીઓને સમયસરની યોગ્ય સારવાર મળી શકે અને તેઓને દરબદર ભટકવાથી પણ મોટી રાહત મળી શકે તેમ કહેવુ પણ આસ્થાને નહી કહેવાય. તો વળી બીજીતરફ જેમ અંજારના ડે.કલેકટર દ્વારા આ રીતે ગુગલ સીટ તૈયાર કરાઈ છે તેની અમલવારી કચ્છના અન્ય પ્રાંત અધિકારીઓ પણ કરાવે, તેને અનુસરે તે જરૂરી બન્યુ છે.