અંજાર ખાતે રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અંજાર-ગાંધીધામ તાલુકાની વિવેકાધીન આયોજન, એ.ટી.વી.ટી. આયોજન તેમજ પાણી સમિતિની બેઠક મળી

ભુજ : આગામી ઉનાળામાં પાણીના પ્રશ્નોના ઝડપી ઉકેલ હલ આવી શકે અને ગામડાઓમાં
તેમજ શહેરી વિસ્તારમાં સમયસર અને પુરતું પાણી મળી રહે તે હેતુથી અંજાર અને ગાંધીધામ
તાલુકા પાણી સમિતિની મિટીંગ અંજાર પ્રાંત કચેરી ખાતે રાજયના સામાજિક અને શૈક્ષણિક
પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં યોજાઇ
હતી.
આ તબકકે અંજાર તાલુકાના વિવેકાધીન આયોજન માટે એ.ટી.વી.ટી.ના રૂ.૩૦૦ લાખના
આયોજનો તેમજ ગાંધીધામ તાલુકાના વિવેકાધીન આયોજન અને એ.ટી.વી.ટી.ના રૂ.૨૦૦
લાખના આયોજનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિવિધ નિર્માણાધીન આયોજન
તેમજ બાકી આયોજનો વિશે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તેમજ ગાંધીધામ ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી દ્વારા વિગતો માંગી ચર્ચા વિચારણા કરી હતી.
આ ઉપરાંત તાલુકા પાણી સમિતિ હેઠળ વિવિધ શહેરી વિસ્તારો અને ગામડાઓની
પાણી અંગેની સમસ્યાઓની રજુઆત કરી તે અંગે જરૂરી માહિતી મેળવીને સંલગ્ન વિભાગના
અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ તકે તાલુકાની ૫ આંગણવાડીઓ એમ.એલ.એ. એ ગ્રાટ હેઠળ તૈયાર કરાવવા
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે સુચન કરાયું હતું.
પાણીની મુશ્કેલીઓ અંગે કાયમી નિવારણ લાવવા માટે ગાંધીધામ ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી દ્વારા સંલગ્ન વિભાગના અધિકારીને તાકિદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના, સફાઇના પ્રશ્નો, દબાણના પ્રશ્નો, તેમજ
હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેની સ્થિતિ અંગે રાજયમંત્રીશ્રીએ માહિતી મેળવી તે અંગે
આગળની કામગીરી કરવા જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં ગાંધીધામ તેમજ અંજાર તાલુકાના પ્રમુશ્રી, સભ્યોશ્રીઓ, બંને તાલુકાના
એ.ટી.વી.ટી.ના કર્મચારીઓ, અંજાર પ્રાંત અધિકારીશ્રી, બંને તાલુકાના તાલુકા વિકાસ
અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આર.ટી.ઓના અધિકારીશ્રી,
સી.ડી.પી.ઓ. તેમજ તમામ વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહયા હતા.