ચોરીમાં પકડાયેલી મહિલાને ખોટી રીતે જામીન પર મુક્ત કરી દેતા એસપીને કરી રાવઃ પકડાયેલી મહિલાને કોર્ટે જામીન મુક્ત કરી છેપોલીસ પર કરેલા આક્ષેપો તથ્યહિન : પીઆઈ પરમાર

 

 

અંજાર : શહેરમાં કપડાની દુકાનમાં ખરીદી કરવા ગયેલી વરસામેડીની મહિલાનું ર.૧૮ લાખના દર-દાગીના ભરેલા થેલાની ચોરી થતા પોલીસે ગુનો નોંધી ચોરીમાં સંડોવાયેલ રાજકોટની મહીલાને પકડી પાડ્યા બાદ તેને જામીન પર મુક્ત કરીને ફરિયાદી સાથે પોલીસે દુર્વ્યવહારનું વર્તન કર્યાની રાવ પૂર્વ કચ્છ એસપીને મહિલાએ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરસામેડી ગામે રહેતી જયશ્રીબેન વિજયભાઈ વરાયા દિકરી જીયાને લઈ અંજાર રહેતી માસીની દિકરીજ્યોતિબેન સાથે માલા શેરીમાં આવેલી બટરફલાય નામની લેડીઝ કપડાની દુકાને કપડા ખરીદવા ગયેલ ત્યારે ગત તા.૩-૪-૧૯ના સવારે દસેક વાગ્યાના અરસામાં કોઈ અજાણી મહિલાએ નજર ચૂકવી ર.૧૮ લાખના દરદાગીના તથા મોબાઈલ ભરેલ થેલાની ચોરી કરી નાસી છૂટેલ, જે અંગે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ દરમ્યાન રાજકોટની હંસાબેન દેવીપુજક નામની મહિલાને પકડી પાડી હતી. તેના પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂા.પ૦૦૦ સિવાય અન્ય કોઈ દાગીના કે રોકડ ન મળતા પોલીસે દાગીના તથા રોકડ રકમ રિકવર કરવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમ્યાન ફરિયાદી જયશ્રીબેન વરાયા પોલીસ મથકે જતા પોલીસે આરોપી મહિલા સાથે સજ્જન વ્યક્તિ જેવું વર્તન કરી અને આરોપી મહિલાને જામીન પર મુક્ત કરી દેતા ન્યાયિક તપાસ થવા એસપીને આવેદન પત્ર આપ્યું હતું. આ બાબતે અંજારના પીઆઈ બી.આર. પરમારનો સંપર્ક સાધતા આરોપી મહિલાને બે દિવસના રિમાન્ડ મેળવીને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ગળપાદર જેલમાં મોકલી આપી હતી. અરજદારે પોલીસ પર કરેલા આક્ષેપો પાયાહિન હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here