અંજારમાં પોલીસ કર્મીઓની ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ દૂર કરો

અંજાર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આઈજીને કરી લેખિતમાં રજૂઆત

ભુજ : કોરોનાના કારણે લોકોના ધંધા નથી, જેથી બેરોજગારી વધી છે. હાલના સમયમાં લોકોની ફોર વ્હીલર બ્લેક કાચ વાળી ગાડીને દંડ કરવામાં આવે છે, જે આવકારદાયક છે. પરંતુ અંજાર શહેરના પોલીસ કર્મચારીઓની ગાડીઓમાં બ્લેક ફિલ્મ પણ દુર કરવા બોર્ડર રેંન્જના આઈ.જી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

અંજાર શહેર યુવા મોરચના પ્રમુખ અમીત જે. વ્યાસે આઈજીને લેખિતમાં કરેલી રજૂઆતમાં અંજાર શહેરમાં પોલીસ કર્મચારીઓ બ્લેક કાંચવાળી ગાડીઓ ફેરવે છે અને દરરોજ અંજાર પોલીસ સ્ટેશન પાસે મોટા પ્રમાણમાં ફોર વ્હીલર ઉભી હોય છે તો તે કેમ વિભાગની નજરમાં આવતી નથી. જયારે સામાન્ય જનતાને આ કાયદા હેઠળ હેરાન કરવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરીની જવાબદારી છે, તે બ્લેક કાચત્માં હરતા ફરતા હોવાથી લોકોમાં રોષની લાગણી જાેવા મળી છે.

રજુઆતમાં જણાવ્યા પ્રમાણે અંજારના મહિલા પીએસઆઈ દ્વારા અવાર નવાર લોકોને કનડગત કરી હેરાન પરેશાન કરી કાયદાનો ગેરઉપયોગ કરી પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા હોવાની ફરિયાદો પણ આ પત્રમાં કરાઈ છે. પોલીસ કર્મચારીઓને બ્લેક કાચ અને પી.એસ.આઈ. ઉપર કડક પગલા ભરવા રજુઆત કરાઈ છે.