અંજારમાં નૂતન યજ્ઞોપવિત્ત ધારણ કરવા માટે એક શ્રાવણી ઉપાકર્મનો કાર્યક્રમ યોજાયો

0
39
અંજાર: શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવન અંજારના સંયુક્ત ઉપક્રમે નૂતન યજ્ઞોપવિત્ત ધારણ કરવા માટે એક શ્રાવણી ઉપાકર્મનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીદેવેન કનકચંદ્ર વ્યાસ ના આચાર્ય પદે અને શ્રી ડો. અનંતભાઈ હોગલ ના ઉપાચાર્ય પદે યોજાયેલ આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલભાઈ દવેએ કર્યું હતું. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી હીરાલાલભાઈ રાજગોર, મહામંત્રી શ્રી મનીષભાઈ દવે, શ્રી અશ્વિનભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ભૂદેવોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌને આવકારી પ્રસંગિક વક્તવ્ય આપતા શ્રી રાજેન્દ્રભાઈ દવે જણાવ્યું હતું કે, વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા આ પર્વમાં યુવા વર્ગ પણ ઉત્સાહથી જોડાય છે તે ધન્યવાદને પાત્ર ગણાવી શકાય. તેમાં અન્ય જ્ઞાતિના જનોઈ ધારકો જોડાય છે તે નોંધપાત્ર છે.શ્રીમનિષભાઈ દવેએ આવા સુંદર આયોજન બદલ પ્રમુખશ્રી અને આ કાર્યક્રમમાં જોડાવા બદલ સર્વે ભૂદેવોને ધન્યવાદ આપ્યા હતા. અંજાર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિરલાલભાઈ ગોરે જણાવ્યું હતું કે, આવા પ્રસંગો થી સમાજમાં એકતાના ગુણો વિકસે છે સાથે સાથે નવી પેઢીમાં ધર્મ અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય છે. આજના યુગમાં ઋષિ પરંપરા જળવાઈ રહે તે સમયની માંગ છે. તેમાં પણ બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિના જનોઈ ધારકો તેમાં જોડાય તે પ્રશંસા અને પાત્ર છે. આચાર્ય પદેથી શ્રીદેવેન કે. વ્યાસે જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ આપેલ અમૂલ્ય વારસો આપણે સાચવવો જોઈએ તેમણે યજ્ઞોપવિત, સંધ્યા વંદન અને શ્રાવણી ઉપાકર્મનું મહત્વ સમજાવી યજ્ઞોપવિત વિશે વિસ્તૃત માહિતી આપી હતી.  બ્રહ્મ સમાજના અગ્રણી અને હર ઘર તિરંગા કાર્યક્રમના સંયોજક શ્રી અશ્વિનભાઈ એન. પંડ્યા દ્વારા આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ નું ભૂદેવોમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી નિયમોના પાલન સાથે  રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલભાઈ દવે તરફથી સર્વે ભૂદેવોને અલ્પાહાર અને દૂધ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સફળ બનાવવા શ્રી ચેતનભાઇ રાવલ, શ્રી વિરાગભાઈ દવે, શ્રી વિજયભાઈ જોશી, ડો. શ્રી અનંતભાઈ હોંગલ, ભાવેશભાઈ જોશી ,સુરેશભાઈ દવે ,ભુપેન્દ્રભાઈ રાવલ ,રાજુભાઈ પંડ્યા, રાજનભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી. આજના આ કાર્યક્રમમાં શ્રી હીરાલાલભાઈ ગોર ,શ્રી રાજેન્દ્રભાઈ દવે ,ડો.અનંત મોગલ ,મુગટરામભાઈ રાવલ, મનીષભાઈ દવે, મનોજભાઈ અબોટી, દિવ્યેશભાઈ દવે ,વિરાગભાઈ દવે, ચેતનભાઇ રાવલ, શૈલેષભાઈ દવે, ભાવેશભાઈ જોશી, બટુકલાલ વ્યાસ, યોગેશભાઈ દવે, વિમલકુમાર દવે ,કમલેશભાઈ અબોટી, રુદ્રભાઈ દવે ,વિજયભાઈ રાવલ ,નિલેશભાઈ જોશી, લાભશંકરભાઈ ભટ્ટ, નીરવભાઈ પંડ્યા, જૈમીનભાઈ પંડ્યા, નરહરિભાઈ વ્યાસ ,મહેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ પંડ્યા, રાજનભાઈ પંડ્યા, વિજયભાઈ જોશી, સુરેશભાઈ દવે, મિતભાઈ દવે વગેરે મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.