અંજાર : તાલુકાના વીડી ગામની સીમમાં ટ્રેન નીચે આવી ગયેલા યુવાનનું મોત નિપજ્યુ હતુ. બપોરે અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં યુવાને આપઘાત કર્યો હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કાનપુર અને હાલ વરસામેડી ગામની સીમમાં અંબાજી-૩ વિસ્તારમાં રહેતા રૂપેશસિંગ યોગેન્દ્રસિંગ રાજપૂતનું ટ્રેન હડફેટે મોત નિપજ્યું હતુ. કોઈ પણ કારણોસર હતભાગે યુવાને ટ્રેન નીચે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વીડી ગામમની સીમમાં ગિરનારી મંદિરની સામે રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે અંજાર પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here