અંજારના યુવાન સાથે લગ્નના નામે રૂા.ર.૬૦ લાખની ઠગાઈ

અંજાર : અંજારના રહેવાસી યુવકને લગ્નના નામે રૂા.ર.૬૦ લાખની છેતરપીંડી કરાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અંજારના રવિભાઈ અજરામ રત્નોતર પર વિરમગામમાં રહેતા મામા પ્રવીણભાઈ જીવણભાઈ શ્રીમાળીના ફોન પર વાતચીત દરમીયાન લગ્ન કરાવી આપવાની વાત કરી હતી જેથી યુવક મામા સાથે પોશી તાલુકાના અંજાણી ગામે પ્રકાશભાઈ જોમાભા બુખડીયાના ઘેર પહોંચ્યા હતા અને નારણભાઈ રાવતાભાઈ ગમાર તથા સંજયભાઈ કરમાભાઈ ખાંટને મળ્યા હતા અને લગ્નની વાત કરી ૧૦ હજાર એડવાન્સમાં આપ્યા હતા. બીજા દિવસે રવીભાઈ નારણભાઈ ગમારને રૂા. બે લાખ આપી કોટડા મઢીથી યુવતી લઈ પરત અંજાર આવ્યા હતા. યુવતીના અન્ય સાથે પ્રેમસંબંધ હોતા યુવકે સંજયભાઈ પાસે આવી યુવતી સોંપતા તેણે રૂા.પ૦ હજારનો ચેક આપ્યો હતો. આ ચેક રીર્ટન થતા છેતરાયા હોવાનું યુવકને લાગતા રવિભાઈએ પોશીના પોલીસ સ્ટેશનમાં પ્રવીણભાઈ જીવણભાઈ શ્રીમાળી, નારાણભાઈ રાવતાભાઈ ગમાર, સંજયભાઈ કરમાભાઈ ખાંટ, યુવતી, ગુલાબભાઈ, દિલીપભાઈ અને અન્ય એક યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી.