અંજારના મેઘપર હાઈવે પર ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ભટકાતા ચાલકનું મોત

The imaginary basketball arena is modelled and rendered.

વહેલી પરોઢે જીનશ કંપની નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

અંજાર : મુન્દ્રાથી ગાંધીધામ જતા હાઈવે પર અંજારના મેઘપર નજીક જીનશ કંપની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પાર્ક કરાયેલી ટ્રકમાં પાછળ આવતી બીજી ટ્રક ઘુસી જતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાથી ગાંધીધામ જતા હાઈવે પર મેઘપર નજીક આવેલી જીનશ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવે પર ઊભેલી એમએચ-૪૬-એચ-ર૬૧ર નંબરની ટ્રકની પાછળ જીજે૧ર-બીડબ્લ્યુ-૪૦૯પ નંબરની ટ્રક ભટકાઈ હતી. પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી પુરપાટ વેગે આવતી ટ્રક ધડાકાભેર અથડાતા મુન્દ્રા તાલુકાના બગડામાં રહેતા રપ વર્ષિય રવીન મહાદેવાભાઈ ચાવડાનું કરૂણ મોત નીપજ્યું હતું. વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે અંજાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.