અંજારના ખંભરા મધ્યે સીમકાર્ડ મામલે મારામારી નવાનગરમાં પણ મારમારીનો બનાવ

ભુજ : અંજાર તાલુકાના ખંભરા તથા લખપત તાલુકાના નવા ગામ મધ્યે મારામારીની ઘટના બની હતી. અંજાર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ખંભરા ગામે સીમકાર્ડ પરત આપવા બાબતે આરોપી રાજેશ ઉર્ફે રામજી આહિર તથા નિર્મલસિંહ હઠીસિંહ જાડેજા (રહે. ખંભરા)એ ફરિયાદી ફાતમાબેન જુસબભાઈ અલીમામદ કુંભાર (ઉ.વ. પપ) તથા તેમની દીકરીને ધોકાવડે માર મારી ઈજાઓ પહોંચડતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ હતી. બીજી બાજુ લખપત તાલુકાના નવાનગર ગામે મારામારીની ઘટના બની હતી. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જશુબેન મુકેશભાઈ હેડાઉ (ઉ.વ. ૩પ) (રહે. નવાનગર)ને આરોપી અનીલ જુજાજી હેડાઉ (રહે. નવાનગર)એ પોતાની પત્નીને શું કામ ઘરે રાખ્યું છે તેમ કહી ફરિયાદીની માતાને લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.