
તાલુકાકક્ષાએ આવેલી ૧૬ નર્સરીમાંથી રોપા લઇને કચ્છવાસીઓ પાંચ જૂનના વાવેતર કરીને કચ્છી ધરતીને લીલીચાદર ઓઢાડે તેવી અપીલ
આજે આબોહવા અને વાતાવરણમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યા છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી ઉભી થઇ છે. વધતા પ્રદૂષણને કંટ્રોલ કરવા તથા પૃથ્વીપર વૃક્ષોનું આવરણ બનાવી રાખવા આજે વધુમાં વધુ વૃક્ષોના વાવેતરની જરૂરિયાત છે. ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે પર્યાવરણના રક્ષણ અને જતન માટે કામગીરી થઇ રહી છે. ત્યારે આ યજ્ઞમાં લોકો મોટાપાયે જોડાઇને વૃક્ષોનું વાવેતર,જતન કરીને પોતાનો સિંહફાળો આપે તે સમયની માંગ છે. સરકાર દ્વારા વાવેતર માટે રોપા મળી રહે તે માટે નર્સરીઓ બનાવવામાં આવી છે. જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હાલ ૧૬ નર્સરી આવેલી છે જેમાં કચ્છની હરીયાળું કરવા આ વર્ષ ૩૨ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવેલો છે.વાતાવરણમાં ઓક્સિજનનો ઘટાડો, પૃથ્વીના તાપમાનમાં વધારો, કાર્બન મોનોકસાઇડ જેવા વિનાશકારી વાયુઓનું વાતાવરણમાં પ્રમાણ વધવું વગેરે પ્રશ્નો આજે ઉભા થયા છે. ત્યારે આ પરિસ્થિતને પહોંચી વળવા કચ્છ સામાજિક વનીકરણ વિભાગ તાલુકાની વિવિધ નર્સરીઓમાં રોપાઓનો ઉછેર કરવામાં આવે છે. આ અંગે નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી.મકવાણાએ જણાવ્યું હતું કે, જેમાં આ વર્ષ ૩૨ લાખ રોપાના ઉછેર સાથે વધુમાં આ વર્ષે ૧.૪૬ લાખ રોપાઓનું વિવિધ યોજનાઓ હેઠળ વાવેતર કરવામાં આવનાર છે.સામાજિક વનીકરણ રેન્જ,ભુજના આરએફઓ, આર.જે.દેસાઇ જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૬ નર્સરીમાં રોપાનો ઉછેર થાય છે. જેમાં લીમડા, વડ, પીપળા, કરંજ, જાંબુ, ખાખરો, દાડમ, ગુલમહોર, સરૂ, બોગનવેલ, તુલસી સહિત અનેક પ્રકારના ઔષધિય તથા અન્ય છોડનો સમાવેશ થાય છે. જે રાહતદરે માત્ર રૂ.૨ થી ૧૫માં વેચાણ કરવામાં આવે છે. જેમાં શાળા,સરકારી સંસ્થાનો સહીત અનેક સ્થળે નિ:શુલ્ક રોપાઓ આપવામાં આવતા હોય છે. આ નર્સરીઓમાંથી ભુજ રેન્જમાં સુખપર કોડકી રોડ પાસે મોચીરાઇ નર્સરી આવેલી છે. જેમાં ૧૪ થી ૧૫ પ્રકારના વૃક્ષોના ૪ લાખ જેટલા રોપાઓનો આ વર્ષ ઉછેર કરાયો છે. ભુજ તાલુકામાં વધુમાં વધુમાં લોકો ૫ જૂનના પોતાના આસપાસના વિસ્તારમાં અહીંથી રોપાઓ લઇને વાવેતર કરે તેવી તેમણે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તમામ નર્સરીમાં જે રોપ ઉછેરાયા છે તેના વાવેતરમાં લોકો સહયોગ આપે તો એક જ દિવસમાં કચ્છમાં ૩૦ લાખથી વધુના રોપાઓનું વાવેતર શકય છે.
૫ જૂનના સાથે આખું વર્ષ લોકો વૃક્ષોનું વાવેતર કરી શકે તે માટે બારેમાસ નર્સરીઓમાંથી રોપાનું વેચાણ ચાલું હોય છે. જો તાલુકામાં આવેલી નર્સરીઓની વિગતો જોઇએ તો, ૧૬ નર્સરીનો સમાવેશ થાય છે.
રેન્જ નર્સરીનું નામ સરનામું
ભુજ મોચીરાઇ નર્સરી સુખપર કોડકી રોડ
મુંદરા સાડાઉ સાડાઉ પ્રાથમિક શાળાની બાજૂમાં
મુંદરા મુંદરા ખારેક ઉછેર કેન્દ્રની સામે
નલિયા ભવાનીપર નર્સરી ભવાનીપર થી બેરાચીયાર રોડ પર
નલિયા ભેદી નર્સરી ભેદી-વાંકુ રોડ સાઇડ
માંડવી ધુણઇ માંડવી-ભુજ હાઇવે, ધુણઇ બસ સ્ટેન્ડ
માંડવી શીરવા માંડવી-નલીયા હાઇવે
દયાપર દયાપર નર્સરી દયાપર-દોલતપર રોડની જમણી બાજુ
દયાપર કૈયારી નર્સરી નારાયણ સરોવર રોડ
અંજાર પ્રભુકૃપા નર્સરી અંજાર નવી શાકમાર્કેટ પાછળ
અંજાર સાપેડા નર્સરી અંઝાર-ભુજ રોડ હનુમાનજી મંદિર પાસે
ભચાઉ નવાગામ નર્સરી ભચાઉ-દૂધઇ રોડ, યુરો કંપની સામે
રાપર રાપર નર્સરી રાપર -નીલપર રોડ, રાપર આઇટીઆઇની બાજૂમાં
રાપર નિલપર નર્સરી રાપર ચિત્રોડ રોડ, નિલપર પાટીયાની બાજુમાં
નખત્રાણા મથલ નર્સરી મથલ
નખત્રાણા સાયરા નર્સરી સાયરા