કકરવાના ચાંગ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

0
30

ભચાઉ : તાલુકાના કકરવા નજીક આવેલા ચાંગ ડેમમાં આજે સવારે ખેતમજૂરનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી વિગતો મુજબ હતભાગી યુવક ગઈકાલે સાંજે ડેમના પાણીમાં ન્હાવા પડ્યો હતો. જેમાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અત્તોપત્તો ન મળ્યો દરમિયાન આજે સવારે હતભાગીની લાશ પાણીની સપાટી પર તરતી જોવા મળી હતી. જેથી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. હતભાગીનું નામ રાજેશ કોલી હોવાનું સામે આવ્યું છે. બનાવ ક્યા સંજોગોમાં બન્યો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.