આદિપુર અને રાપરના યુવાને પોતાના ઘરે આત્મહત્યા કરી

0
34

  • પૂર્વ કચ્છમાં અપમૃત્યુનો સીલસીલો અટકતો નથી

યુવા અવસ્થામાં આપઘાતનું પ્રમાણ વધતા સમાજ માટે લાલબતી સમાન

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુનો સીલસીલો અટકતો જ ન હોય તેમ આજે વધુ બે બનાવો સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીધામ અને અંતરજાળમાં એક જ દિવસમાં ૩ યુવાનોએ મોતનો માર્ગ અપનાવ્યો હતો. જે બાદ આદિપુર અને રાપર વિસ્તારમાંથી પણ આવી કરૂણ ઘટના સામે આવી છે.આદિપુર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નંબર ૧/એ, પ્લોટ નંબર ૩૦૪માં રહેતા મુકેશ હિરાલાલ ચારણ નામના ર૯ વર્ષિય યુવાને પોતાના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈને જીદંગી ટૂંકાવી લીધી હતી. જેથી લાશને રામબાગ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ બી.વી. ચુડાસમાને સોપવામાં આવી છે. આ તરફ રાપરમાં રહેતા ૩પ વર્ષિય દિનેશ કરમણ ધેડાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેથી પરિવારમાં શોક સાથે અરેરાટી છવાઈ ગઈ હતી. રાપર પોલીસે એડી દાખલ કરી પીએસઆઈ ડી.જી. પ્રજાપતિએ મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર અમુક દિવસોના અપવાદ સીવાય છેલ્લા લાંબા સમયથી દરરોજ પૂર્વ કચ્છમાં અપમૃત્યુની ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા ભાગે કિશોર – કિશોરીઓ અને યુવા અવસ્થાના ઉંબરે આવીને ઉભેલા અને નવવિવાહીત લોકો આપઘાતનું આત્મઘાતી પગલું ભરી રહ્યા છે, જે ખરેખર સમાજ માટે લાલબતી સમાન છે. અને આવી ઘટનાઓ અટકાવવા હવે સમાજે નક્કર પગલાં ભરવા પડશે.