પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે વર્લ્ડ ડાયાબીટીસ ડે ની ઉજવણી કરાઇ

0
47

આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર મધ્યે વર્લ્ડ ડાયાબીટીસ ડે (વિશ્વ મધુપ્રમેહ દિવસ ) નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર આર ફૂલમાલીના માર્ગદર્શન હેઠળ જી કે જનરલ હોસ્પિટલ-ભુજના કોમ્યુનીટી મેડીસીન વિભાગ દ્વારા તેમજ NCD સેલ અને SBCC ટીમ ભુજના સહયોગથી લોકોને ડાયાબિટીસ રોગ વિશે જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું તેમજ મેડીસીન વિભાગ દ્વારા સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં  મેડીકલ ઓફીસર ડો.ધારા પાડલીયા, આયુષ મેડીકલ ઓફીસર પ્રતિભા ભાનુશાલી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કોર્ડીનેટર એનસીડી વિભાગના વિપુલ દેવમુરારી, એફએચએસ ચંદ્રિકાબેન તેમજ સમગ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપરના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.