ભારતીય નારીના ગૌરવપ્રદ ઈતિહાસથી બાળાઓ પરિચત થાય તે હેતુથી

0
26

આરએસએસ દ્વારા આદિશક્તિ અને નવદુર્ગા સેટ બહાર પડાયો

ભુજ : શક્તિ સ્વરૂપની આરધનાની મનુષ્યની વૃત્તિના પરિણામે વર્ષોથી આપણે નવરાત્રીની ઉજવણી અત્યંત ભાવથી કરીએ છીએ. આ વર્ષે આ ઉજવણીને વધુ એક પગલું આગળ લઇ જવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર વિભાગ દ્વારા આદિશક્તિ અને નવદુર્ગા સેટ બહાર પાડવામાં આવ્યો છે.
આજની બાળા ભારતીય નારીના ગૌરવપ્રદ ઈતિહાસને જાણે એ હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ જહેમત ઉઠાવાઈ છે. આદિશક્તિ સેટમાં સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાનું ઘડતર કરનારા મીનળદેવી, અવકાશયાત્રી કલ્પના ચાવલા, શિવાજીનું ઘડતર કરનાર જીજામાતા અને દ્વૌપદીના જીવન વિશે સંકલન કરવામાં આવ્યું છે, જેના વાંચનથી બાળાઓને નવી દિશા મળશે.
આ ઉપરાંત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર અને ઈતિહાસ ઘડનાર સન્નારીઓ વિશે આપણી આજની બાળાઓ જાણે એ હેતુથી નવદુર્ગા સેટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાણી લક્ષ્મીબાઈ, તાના રીરી, કેપ્ટન લક્ષ્મી, રાણીમા ગાઈડીન્લ્યુ, સતી સાવિત્રી, મીરાબાઈ અને મેડમ કામના જીવનચરીત્રો ઉપલબ્ધ છે. આ ચરિત્રો આપણા ઘરની નિયાણી જાણે તો આપણી ભવિષ્ય પેઢીની દિશા બદલી શકાય એમ છે. સ્થાનિક કક્ષાએ કામ કરતા ગરબીમંડળો, વાલીઓ અને શાળા કક્ષાએથી આ સેટ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.