પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સતત પ્રયત્નશીલ રહીશ : ત્રિકમભાઈ છાંગા

0
88

અંજાર બેઠકના ભાજપના ઉમેદવારે તક આપવા બદલ હાઈકમાન્ડ પ્રત્યે વ્યકત કરી આભારની લાગણી

અંજાર :  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૪-અંજાર વિધાનસભા બેઠક પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગાને મેન્ડેટ અપાયું છે.
આ પ્રસંગે તેમણે કચ્છઉદય સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા જેવા કાર્યકર પર પાર્ટી હાઈકમાન્ડે જે વિશ્વાસ મૂકયો છે તેને સાર્થક કરવા જનતાની સાથે રહીને સતત પ્રયત્નશીલ રહીશ. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.


અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે અંજાર બેઠક માટે જાહેર થયેલા ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાને મળી શુભેચ્છાઓ પાઠવી હતી. અંજાર પંથકના રાજકીય અને સામાજીક આગેવાનો ધનજીભાઈ આહિર, કરસનભાઈ આહિર, ભુરાભાઈ છાંગા, રતાભાઈ આહિર, બાબુભાઈ પરમા પટેલ, ક્રિપાલસિંહ જાડેજા, રાણાભાઈ આહિર, કૌશિક વાણીયા, હિરેન ઠક્કર, ભરત આહિર, માદેવા ગોયલ, ભૂમિત વાઢેર, કાનજી આહિર, માવજી આહિર, ભગવાનજી છાંગા, જીગર ગઢવી, રમેશ ચાવડા, ભાવિક પરમાર, મોહિત પરમાર, પરેશ આહિર વગેરેએ શુભકામનાઓ પાઠવી હતી.