બન્ની વિસ્તારના ગામોમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

0
44

બન્ની ગ્રાસલેન્ડ દ્વારા ભીરંડીયારા,  ભિટારામોટાગોરેવલી ,સરાડોતુગાબેરડો અને સરગુ ગામોમાં  વન્યજીવોની જાણકારી અપાઈ

વન્યપ્રાણી સપ્તાહ  ઉજવણી  અંતર્ગત  બન્ની વિસ્તારના  બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા ભીરંડીયારા,  ભિટારામોટા, ગોરેવલી ,સરાડો, તુગા, બેરડો અને સરગુ ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વન સંપત્તિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃત્તિ અને સમજ કેળવાય તેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ કચ્છના વન્યજીવોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાઓમાં  ચિત્રસ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યુ હતુ  અને ઈનામ વિતરણ કરી  બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ગામ લોકોને પણ જીવસૃષ્ટિની જાળવણી બાબતે અને સંરક્ષણ અંગેની સમજ આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્રજાજનોને વન્યપ્રાણીઓથી માહિતગાર કરવા, વન્યજીવોનું મહત્વ સમજાવવા, વન્યપ્રાણી સરંક્ષણ અને સંવર્ધન બાબતે જાગૃતિ કેળવાય તે ઉદેશથી ગુજરાત વન વિભાગ દ્વારા તા. ૨/૧૦/૨૦૨૨ થી તા. ૮/૧૦/૨૦૨૨ દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત બન્ની ગ્રાસલેન્ડ વિભાગના રેન્જ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ અને તેમની ટીમ દ્વારા ભીરંડીયારા,  ભિટારામોટા, ગોરેવલી ,સરાડો, તુગા, બેરડો અને સરગુગામના લોકોને વન્યપ્રાણી વિશે જાણકારી આપવામાં આવી હતી.