ઈલીયાસ જેવા તેલચોરો સામે હદપાર- પાસાનું જ શસ્ત્ર જ કેમ ન ઉગામાય?

0
36

મીઠીરોહર જીઆઈડીસીમાંથી તાજેતરમાંં જ પોલીસે શંકાસ્પદ સ્લઝ-તેલના જથ્થા સાથે ૧ શખ્સને ઝડપયા ટાંકણે સુચક ઈશારો : માત્ર ૪૧-વન ડી તળે આવા તત્વોની સામે કાર્યવાહી કરવાના બદલે હદપાર જેવા કડક પગલા ઉઠાવાય તો જ સંકુલમાં તેલચોરી આવશે અંકુશમાં

નામદાર અદાલતશ્રીએ પણ હવે તો ૪૧-વન ડીના કેસોમાં રજુ થતા બીલોની ક્રોસ તપાસ પોલીસને જ સોપવી જોઈએ, રજુ થયેલા બીલો કેટલા સાચા અને કેટલા બોગસ છે? તેની ઝીણવટભરી તપાસ થાય તો મોટા ઘોટાળાઓ આવા કિસ્સાઓમાં આવે બહાર : જીએસટી વિભાગે પણ આ કલમો તળે રજુ થતા બીલો પર રાખવી જોઈએ ચાંપતી નજર, તો મોટી રકમનો કરચોરીઓ આવે બહાર..!

ગાંધીધામ : પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઓપેરશન ગ્રુપની ટીમ દ્વારા તાજેતરમાં જ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર સીમમાં જીઆઈડીસી પ્લોટ ન. પ૬માં રેઈડ કરતા ઈલિયાસ નામનો શખ્સ અને તેના કબ્જામાંથી આધાર પુરાવા વિનાનુ ઓઈલ, સ્લઝ સહિતનો જથ્થો જપ્ત કરી લીધો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી જવા પામી છે. એસઓજી દ્વારા કરાયેલી આ કાર્યવાહી આવકારદાયક અને જાગૃતીપૂર્વકની જ કહી શકાય તેમ છે પરંતુ આ પ્રકારની તેલચોરી કરનારા અમુક તત્વો આ વિસ્તારમાં લાંબા સમયથી સક્રીય જ રહેલા છે અને આ માટે તેઓના તેલચોરીના અડ્ડાઓ-પોઈન્ટ જ ધમધમી રહયા છે ત્યારે ખરેખર તો તેલચોરીમાં ઝડપાતા તત્વોની સામે કડક ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તે વધારે જરૂરી બની રહ્યુ છે.જાણકારો તો અહી એ પણ કહી રહ્યા છે કે, આ કેસમાં પણ જે ઈલીયાસને પકડયો છે તેનો પૂર્વ ઈતિહાસ ચકાસવામાં આવે તો અગાઉ પણ તેલચોરી સહિતના મામલેની ઘટનાઓમાં તેનુ નામ અનેકવખત બહાર આવવા પામી ચુક્યુ હશે. જો આવા એકના એક શખ્સોની સામે અગાઉ પણ તેલચોરી જેવા અલગ અલગ ગુન્હાઓ નોંધાયેલા જ હોય તો પછી તેની સામે પાસા-હદપાર કે તડીપારની કડકાઈભરી કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? શું ઈલીયાસ જેવા શખ્સોને અમુક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓની છત્રછાયા મળી રહે છે અથવા તો આવા બની બેઠેલા અમુક ખાખીધારીઓ માટે ઈલિયાસ જેવા શખ્સો કમાઉ સાધનો બની રહેતા હેાવાથી તેની સામે કડક લાલઆંખ ભરી કાર્યવાહી કરવામાં નથી આવતી?કારણ કે, તેલચોરી સહિતના જથ્થાઓમાં મોટા ભાગે જે ૪૧/૧ ડીની કલમો તળે કાર્યવાહી થાય છે તે પણ અહી તપાસનો વીષય બની રહ્યો છે. ગાંધીધામ સંકુલમા અગાઉ તો ૪૧/વન ડી કલમ શંકાસ્પદ મુદાઓમાં દેખાડવોન જાણે કે શીરસ્તો જ ચાલતો હોય તેમ આ કલમ લગાડી દેવામા આવતી હતી. આ કલમ એટલે ઝડપાયેલ મુદામાલ શંકાસ્પદ જથ્થો છે જેના રેડ સમયે આધાર પુરાવાઓ મળી શકયા નથી. પરંતુ બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, ૪૧ વન ડી આવા કિસ્સાઓમાં કરવી એટલે તહોમતદારોને સરળતાથી ખુદ છુટી અને નામદાર કોર્ટમાં મુદામાલ પણ છોડાવી લેવાની સરળતાઓ કરી આપવાનો જ માર્ગ બની રહે છે. કારણ કે, બીલો તો જથ્થો પકડાયા બાદ પાછળની તારીખેામાં કોઈ પણ વેપારીઓ પાસેથી ઉધારા મળી જ જતા હોય છે. એટલે સબંધિત અમુક લાગુ પડતા ભ્રષ્ટ ખાખીધારીઓથી સેટીગ કરી, ૪૧-વનડી કરાયેલી હોય તો બીલો પાછળથી કોર્ટમાં રજુ કરી દેવાય અને નામદાર અદાલતને તો જે વસ્તુઓ પકડાઈ છે તેના જ આધારોની જરૂર હોય છે, તે પુરાવાઓ મળી જાય તો કોર્ટ મુદામાલ છોડી મુકવાનો જ આદેશ મહદઅંશે કરી દેતી હોય છે. કોર્ટને તો કેાઈ કહેવા નથી જવાનુ કે, આ મુદામાલના બીલો પાછળથી બનાવાયા છે? એટલે આ બાબતે હવે નામદાર અદાલતે પણ વધારે કડક થવુ જોઈએ અને ૪૧ વન-ડીની કલમોના ગુન્હાકામે જે બીલો રજુ થાય તે પણ ક્રોસ વેરીફીકેશન કરાવવાના આદેશ પોલીસને આપવાની જરૂર છે.શંકાસ્પદ પકડાયેલા જથ્થાઓના રજુ થયેલા બીલો કેટલા સાચા અને કેટલા ખોટા છે? તેની ખરાઈ કરવા નામદાર અદાલત હવે તપાસનીશ પોલીસને જ આદેશ કરે તો દુધુનુ દુધ અને પાણીનું પાણી થવા પામી શકે તેમ છે. આ ઉપરાંત જીએસટી વિભાગોએ પણ ૪૧/વન ડી હેઠળ રજુ થતા મુદામાલના બીલોનું ક્રોસ વેરીફીકેશન કરાવવાની જરૂર છે. જો જીએસટી એકમ ક્રોસ કરશે તો પણ બોગસ બીલો રજુ થયાના અનેક કિસ્સાઓ બહાર આવી શકે અને તેમાં જેટલા પણ ભ્રષ્ટતત્વો અને તેમની સિન્ડીકેટ સંકળાયેલી હશે તે પણ આપોઆપ જ બહાર આવવા પામી જાય તેમ છે.