સંકલનની બેઠકમાં કેમ આ મુદ્દો કોઈ નથી ઉઠાવતા? :: કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ૧૩ કરોડથી વધુના કામો માત્ર કાગળ પર..?

0
29

કચ્છના ૩ તાલુકાઓમાં જળસંગ્રહ વધારવા ૪૬પ કામો હાથ ધરાયા : તળાવ અને ચેકડેમોમાંથી માટીના ખોદાણ ઉપરાંત ગાંડા બાવળો દૂર કરાયા : કચ્છ સિંચાઈ વિભાગ દ્વારા પપ.૮૦ લાખ ઘનમીટર ખોદાણ કરાયું

ખાટલે મોટી ખોટ :આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા: સુજલામ સુફલામ યોજનાના કચ્છના નોડેલ અધિકારી કોણ છે? કચ્છ કલેકટર કેમ આ અધિકારીના જ નથી લેતા કડક રાહે પુછાણા? જયારે જયારે સુજલામ સુફલામ હેઠળ તળાવો-જળાશયોના વિશેષ કામો ચોમાસા પહેલા થાય છે ત્યારે છાપેલા કાટલા જેવા આ એકના એક નોડેલ અધિકારી જ કેમ કચ્છમાં  ગમે ત્યાથી ગોઠવાઈ જાય છે? સાવર્ત્રિક વરસાદથી તમામ જળાશયોમાં નવા નીર આવી જતા કામની ખરાઈ કરવી અશક્ય

ગાંધીધામ :જળ એ જીવન છે’ આ સૂત્રનું માહત્મય સૂકા કચ્છ મુલકના રહેવાસીઓથી વધુ કોણ સમજી શકે. દુકાળનો સતત ભોગ બનતા અને અપર્યાપ્ત જળસંગ્રહ સ્ત્રોત ધરાવતા કચ્છવાસીઓ માટે પાણી એ મહામુલી સંપત્તિ છે. વિનાશક ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં જળસંચયના કામોમાં પ્રગતિ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી આજે પણ કચ્છના જળસંચય અને જળ સંગ્રહસ્થાનોની સુધારણાના અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. જાે કે જળ અભિયાનને લગતા અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સમયાંતરે થતા જ રહે છે.

કચ્છ સિંચાઈ વિભાગ, ભુજના ઉપક્રમે સુજલામ સુફલામ જળ અભિયાન ર૦રર અંતર્ગત કચ્છ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં અંદાજીત ૧૩.૪૦ કરોડના માતબર ખર્ચે જળ સંગ્રહ સ્થાનોના ખોદાણની કામગીરી કરવામાં આવી હતી. ભુજ તાલુકામાં હાથ ધરાયેલા ૩૩૮ કામોમાં ૪૦ લાખથી વધુ ઘનમીટર ખોદાણ કરી તળાવ અને અન્ય જળસંચય સ્થાનોની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી હતી.

અંજાર તાલુકામાં હાથ ધરાયેલા ૧૯ વિવિધ કામોમાં બે લાખ ઘનમીટરનું કામ થયું હતું. મુન્દ્રા તાલુકામાં ૧૦૮ કામો મારફતે ૧૩.૭૩ લાખ ઘનમીટર ખોદાણ જથ્થાનું કામ થયો હોવાનું કચ્છ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના ત્રણ તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૪૬પ કામોહાથ ધરાયા હતા. પપ.૮૦ લાખ જેટલા ઘનમીટરમાં ખોદાણ કરાયું હતું. સ્વાભાવિક રીતે ખૂળ મોટા પાયે થયેલા ખોદાણ કામથી જળ સંચય સ્થાનોની સંગ્રહ ક્ષમતા વધી જ હશે. આ કામગીરી સાથે ચેકડેમ, તળાવોમાંથી ગાંડા બાવળોને દૂર કરાયા હતા.

ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં માફકસર વરસાદ થતા નાના-મોટા તળાવો અને ચેકડેમોમાં નવું પાણી આવતા છલી ઉઠ્યા હતા ત્યારે ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવેલ સુધારણા અને ખોદાણ કામોમાં કેટલીક જળસંગ્રહ ક્ષમતા વધી તે આંકલન કરવું શક્ય નથી. જળસંગ્રહ સ્થાનોમાંથી માટીના ખોદાણ અને ગાંડા બાવળોને દૂર કરવાના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. આ કામો માત્ર ઓનપેપર જ થયા હોવાનું આક્ષેપ પણ ઉઠી રહ્યો છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલ ૪૬પ કામોમાં જળસંગ્રહ ક્ષમતા વધી છે તે ક્યા પેરામીટરથી જાણી શકાશે તેવા પ્રશ્ન પ્રભુદ્ધ નાગરીકો ઉઠાવી રહ્યા છે.

બન્નીપટ્ટો કે, જયાં મહેસુલી દરજજાનો વિવાદ ચાલે છે ત્યાં પણ દેખાડી દેવાયા અનેકવીધ જળાશયો..?

ગામતળ જ જયાં નકકી ન હોય ત્યાં એક-એક ગામમાં ચારથી પાંચ તળાવો પેટે બીલો પકવી સરકારી નાણા કોણ ચાંઉ કરી ગયુ? થવી જાેઈએ ઝુંબેશરૂપ કડક તપાસ : પ્રાંત અધિકારીને તપાસ સોપી સુજલામ સુફલામ યોજનાના નોડેલ અધિકારીના ઉલટપુછાણા કરાય તો અનેકવીધ ઘોટાળાઓ ખુલે

ગાંધીધામ : સુજલામ સુફલામ યોજના તળે ચોમાસા પહેલા તળાવો-જળાશયો ઉંડા કરવાની સરકારની જે સારી નીતી રહેલી છે તેનો કચ્છમાં ગંભીર પ્રકારે ગેરઉપયોગ થતો હોય, તેમાં ગેરરીતી આચરાતી હોય તેવુ જાેવાઈ રહ્યું છે. સુજલામ સુફલામ યોજનામાં બન્ની પટ્ટામાં જે કામો થયા છે તેના વેરીફીકેશન ક્રોસ કરવામાં આવે તે જરૂરી બની રહ્યુ છે. આ વિસ્તારમા જળાશયો અને જળ સંચયને લઈને કામો થાય તેનો કોઈ જ વિરોધ ન હોય, તે ખુબ જરૂરી છે પરંતુ હકીકતમાં જે વિસ્તારના મહેસુલી દરજજાનો વિવાદ જ જયા હજુ પડતર પડયો છે ત્યા ગામતળ આ તળાવડીઓ કે જળાશયો બનાવનારાઓએ નકકી કેવી રીતે કર્યા? ઉપરાંત આવા નાના નાના ગામોમાં પણ ચારથી પાંચ તળાવોના ખાણેત્રા કરાયા હોવાનુ પણ સરકારી કાગળની યાદી પણ જાેવાઈ શકે તેમ છે. આ કેવી રીતે સંભવ બની શકે? આ ઉપરાંત ખાણેત્રા કરવામાં આવ્યા તો જે તે સ્થળેથી નીકળેલી માટીઓ એ નામવાળા તળાવની કયા આધારે અને કયા સાત-બારની સામે જે-તે સ્થળમાં ખેતરમાં ઠાલવવામાં આવી છે? આ બધુય ક્રોસ કરવાની તાતી જરૂરીયાત છે. જા ેઆ ચેક કરવામાં આવશે તો આપોઆપ જ કાગળ પર બનેલા તળવો, અને બોગસ બનાવી દેવાયેલા બીલો અને તેના ચુકવણાનો મોટો ઘોટાળો બહાર આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે.