સમયસર કચ્છને નર્મદાજળ મુદ્દે રાજકિય જગત કેમ મૌન? કરોડોના કામ રાખનાર ઠેકેદારોના ભ્રષ્ટ ધૂબાકા.!કચ્છ શાખા નહેરની સફાઈ કેમ નહીં ? ::

0
26

ચૂંટણીલક્ષી તાયફા-રીબીનો-નારીયેળ તો પછીય ફોડી જ શકશો, જાે સત્તા રહી તો, કંઈક તો પ્રજાલક્ષી મહત્વપૂર્ણ પ્રશ્નો બાબતે પણ સેવો ચિંતા : ઝભ્ભાલેંગાધારીઓને તો દેખાય છે માત્ર ચૂંટણી-ટિકિટ-સત્તા?

નવરાત્રી પૂર્ણ થયા બાદ જ કચ્છભરના ખેડુતોને નર્મદાજળની પડશે તાતી જરૂરીયાત : રવિ સિઝનના પાક મેળવવા નર્મદાજળની માંગ તો ખેડુતો ઠેર-ઠેરથી કરી રહ્યા છે, અમુક કાગળીયા પર પણ રજુઆતો કરીને શેર બની રહ્યા છે, પરંતુ સરકારની ઈચ્છા હશે તો પણ કચ્છ શાખા નહેરમાંથી પાણી વહેવડાવી શકવાની સ્થિતી નહી હોય, કેનાલની સફાઈ બરાબર નહી થઈ હોય, તો પાણી છોડાશે કયાંથી?

ખાટલે મોટી ખોટ :કચ્છના કયા રાજકારણીએ કચ્છને સાંકળતી કેનાલથી ૮ર કીમી એટલે કે કાંકરેજ તાલુકાની સલીમગઢથી સાંતુલપુરના મઢુત્રા સુધી કેનાલની પરરિસ્થિતો મેળવ્યો છે તાગ? કેટલા ઝભ્ભાલેંગાધારીઓએ સફાઈ-રીપેરીંગના ચાલી રહેલા કામો મુદ્દે સબંધિત વીભાગના ઈન્જીનીયરો સાથે કરી મુલાકાત? મેળવી આંકડાકીય માહીતી? ઢીલા અને ધીમા કામ અંગે કયા ઈન્જીનીયર-ઠેકેદારને કચ્છના રાજકારણીઓએ ખખડાવ્યા છે, કાન આમળ્યા છે ખરા? : આખાબોલા કચ્છીવર્ગની તીખી ટકોર

ગાંધીધામ : ગુજરાતની સરકાર કચ્છને નર્મદાજળ આપવા માટે સદાય કટિબદ્ધ છે અને છુટટા હાથે આ માટે નિર્ણયો લઈ રહી છે. નરેન્દ્રભાઈ હોય કે ભુપેન્દ્રભાઈ, કચ્છને નર્મદાજળની ચિંતાઓ સદાય સેવતા રહે છે પરંતુ આ જ સરકારના કેટલાક ભ્રષ્ટ બાબુઓ તથા ઝભ્ભાલેંગાધારીઓની ઈચ્છાશકિતનો અભાવ અથવા તો ભ્રષ્ટ ધુબાકાઓ આવી નહેરના કામના નામે મારી લેવાની નીતી-રીતીઓથી કચ્છ નર્મદાજળને લઈને સદાય ટળવળતું જ રહે તેવી સ્થિતી સર્જાતી રહે છે. હાલમાં પણ રવિસિઝનને લઈને નર્મદાજળની ચોકકસથી જરૂરીયાત પડવાની છે ત્યારે પણ આગામી દીવસોમાં કચ્છનો ખેડુત નર્મદાજળ માટે ફાંફાં જ મારશે તેવી અવસ્થા સર્જાયેલી જોવાય છે.

આ બાબતે અભ્યાસુ અને જાણકાર વર્ગની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પસાર થતી કચ્છ શાખા નહેરની રીપેરીંગની કામગીરી મોડામાં મોડી તારીખ ૭મી ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવી જાેઈએ.  પરંતુ કચ્છ સાંકળની ૦કીમીથી ૮૨ કિમી એટલે કે કાંકરેજ તાલુકાના સલીમ ગઢ થી સાંતલપુર તાલુકાના મઢુત્રા સુધી કેનાલની શું પરિસ્થિત છે? તે ખરેખર કોઈએ જાણવાની તસ્દી નથી લીધી અને આ કામ ૭મી ઓકટો. નહી પણ ૭મી નવેમ્બર સુધી પણ પૂર્ણ થાય તેમ દેખાતુ ન હોવાનુ ચિત્ર વર્તમાન સમયે સજાયેલુ હોવાનુ દેખાય છે. કચ્છન નર્મદાજળ સરકારની પુરેપુરી ઈચ્છા આપવાની છે પરંતુ વચેટીયા સબંધિત વીભાગના ભ્રષ્ટ સરકારી બાબુઓ અને કામ રાખનાર ઠેકેદારો દ્વારા એવી લીંપાપોત્તી ભર્યા કરવામાં આવી રહ્યા છે કે, સમયસર કચ્છીવર્ગ નર્મદાજળને માટે સદાય તડપતો જ રહેતો રહે. એથીય વધારે પીડાદાયક વાત એ છે કે, કચ્છનું રાજકીય જગત પણ આવા વિષયોને લઈને સદાય મોઢા સીવીને જ બેઠા હોય તે સ્થિતી વધુ અકળાવનારી બની રહી છે.

આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કચ્છ શાખા નહેરને જાેડતી કેનાલાોની સફઈાની કામગીરી રાધનુપર કચેરીએથી કેવા પ્રમાણમાં કરવામાં આવી રહી છે તે માટે ત્યાની કચેરીના ઈન્જીનીયર સાહેબોની સાથે, અધિકારીઓ, તથા કામ રાખનાર ઠેકેદારો પાસેથી હજુ સુધી કેાઈએ માહીતી મેળવવાની તસ્દી લીધી હોય તેવુ જણાતુ નથી? માત્ર કાગળ પર રજુઆતો કરી દેવાઈ છે  અને રવિસિઝન માટે પાણી છોડો, પરંતુ પાણી છોડશે તો કેનાલ તો એ માટે સજજ જાેઈશે ને? કેનાલના સફાઈના કામો એકમદ મંથર ગતીએ ચાલી રહ્યા હોવાનુ કહેવાય છે ?અહી જણાવી દઈએ કે, આ સાંકળમાં કેનાલની સફાઈ કરવાની કામગીરી , સફાઈ થયા બાદ તળિયામાં જાે ડેમેજ માલુમ પડશે તો કોંક્રિટ કામ કરવાની કામગીરી, સાઇડોમાં અંદરની બાજુએ કોઈ જગ્યાએ કેનાલ ડેમેજ થયેલ હોય તો તેમાં જરૂરિયાત મુજબ પી સી.સી.અથવા આર.સી.સી કરવાની કામગીરી , ગેટ રીપેરીંગ ની કામગીરી વિગેરે કામગીરી ચાલુ કરવાના ભાગરૂપે હજુતો ૧૦-૧ર દિવસ પહેલા કેનાલમાં રહેલ પાણી બહાર કાઢવાની કામગીરી ચાલુ કરીને અમુક જગ્યાએ માટીના ઢગલા  અને ઘાસકે અન્ય નડતરરૂપ થાય તેવી ગંદકી દુર કરવાની કામગીરી ચાલુ કરેલ છે. તો વળી અમુક જગ્યાએ સાઈડમાં ડેમેજ થયેલ કેનાલ રીપેર કરવાની કામગીરી સમાંતર રીતે ચાલુ કરી દીધેલ છે , આ ૮૨ કિમીના અંદાજે

રૂપિયા ૨૩ કરોડની કામગીરી ચાર કોન્ટ્રાક્ટરોની પાસે છે.. સાહેબો અને કોન્ટ્રાક્ટરો ના મતે સઘળી કામગીરી પૂર્ણ થતાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે.

ખરેખર કચ્છના રાજકીય જગતે આ બાબતે આગળ આવવુ જાેઈએ, ચૂંટણીલક્ષી માત્ર તાયફાઓ અથવા તો રીબીનો કાપવી અને નારીયેળો ફોડવાના ફોટોસેશનને છોડીને કચ્છમાં નજીકના ભવિષ્યમાં જ પાણીની ખાસ જરૂર ઊભી થશે તે ન ભુલવુ જાેઈએ. હકીકતમાં જેમ બને તેમ ચોવીસ કલાક કામો ચાલુ રાખીને મોડામાં મોડી તારીખ ૭મી ઓક્ટોબર ના રોજ કામગીરી પૂર્ણ કરવા પ્રયત્નો કરે તે ખુબજ અનિવાર્ય બની રહ્યુ છે. 

કારણકે નવરાત્રિમાં વરસાદ નથી થયો એટલે હવે નર્મદાના પાણીની ખાસ જરૂર પડશે , બીજું કે રવિ સીઝન ના પાકોનું વાવેતર જેમ વહેલું થાય તેમ ઉત્પાદન સારૂ થાય તેમજ ભાવ પણ સારા મળે  આથી કચ્છના ખેડૂત ૧૦મી ઓક્ટોબર સુધીમાં પાણી છોડવામાં આવે તેવી રજૂઆત સતત કરતા રહે છે તે મામલે પણ વિચાર કરવો જાેઈએ. આ માટ ર્ કિમી થી ૮૨ કિમી સુધીમાં પણ મોડામાં મોડું તારીખ એકાદ સપ્તાહમાં ઓકટોબર સુધીમાં રીપેરીંગ કામો પૂર્ણ થઈ જાય અથવા તો કેનાલમાં બે થી ત્રણ મીટર સુધી પાણી વહેવડાવી શકાય તે રીતે તળિયાની કામગીરી તેમજ સાઈડમાં નીચેના ભાગે બે થી અઢી મીટર સુધી પાણી વહેવડાવી શકાય તેવું આયોજન કરવા સુચનો કરવા જાેઈએ. કચછના રાજકારણીઓએ આ બાબત ગંભીરતાથી વિચારવુ જાેઈએ.  જાેકે કોન્ટ્રાક્ટરોએ જણાવેલ કે અમે  રાત દિવસ કામ કરીશું તો પણ ૧૦ મી ઓક્ટોબર તો આવી જશે કારણકે કેનાલમાં મોટાભાગે બધેજ પાણી ભરેલ હોય પહેલા પાણી કાઢી પછીજ સફાઈ કરી શકાશે.વળી સિમેન્ટ વર્ક પૂરું કરતા થોડો સમય લાગે અને પૂરું થયા બાદ પાંચ સાત દિવસ તો સેટ થવા દેવું પડે જેથી ફરીથી ડેમેજ થાય નહિ.