ચૂંટણી ટાંકણે જ સીબીઆઈનો કેમ્પ રાજયભરમાંથી માત્ર કચ્છમાં જ કેમ?

0
58

ચૂંટણીની જાહેરાત પછી અને ભાજપના ઉમેદવારોની જાહેરાત થાય તે પૂર્વે આ પ્રકારના કેમ્પ યોજવા પાછળનું રહસ્ય શુ? : પ્રબુદ્ધવર્ગમાં બન્યો હોટટોપીક : કેન્દ્રીયકર્મચારીઓની ફરીયાદના બહાને ટિકિટ સહિતમાં ઉંચાનીંચા થતા ઝભ્ભાલેંગાઘારીઓને દાબમાં લેવા જ તો આ બેઠકો ન હોતી ને? જાે એમ જ હતુ, તો કોણ-કોને કાપવા માટે આવા ચોગઠાં ગોઠવી ગયું?

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ જિલ્લા વડામથક ભુજના ઉમેદભુવન ખાતે પણ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈની ટીમનો બે દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ આમ તો કેન્દ્રીય કર્મચારીઓની ભ્રષ્ટાચાર સબબની ફરીયાદોથી અવગત થવા, રૂબરૂ સાંભવા માટે ગોઠવાયો હોવાનુ કહેવાયુ હતુ પરંતુ ભુજ ઉમેદભુવન ખાતે આ કેમ્પના બે દિવસ દરમયાન અલગ અલગ પ્રકારના રાજકીય ઝભ્ભાલેંગાઘારીઓની પણ કાળી કરતુતો, ભ્રષ્ટાચાર, બેનામી સંપત્તીઓ સહિતના મામલે લેખિતમાં આધાર-પુરાવા સાથે રજુઆતો થવા પામી હોવાનુ ચર્ચાતા સીબીઆઈનો આ કેમ્પ વધારે તર્કવિર્તકો ઉભા કરી રહયો હોવાનો વર્તારો જાેવાઈ રહ્યો છે.

આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો કેન્દ્રીય અન્વેષણ બ્યુરોની ટીમ તાજેતરમાં જ ભુજ ઉમેદભુવન ખાતે બે દિવસીય ધાામા નાખ્યા હતા. કેન્દ્રીય કર્મચારીઓને લગતી ભ્રષ્ટાચાર સબબની ફરીયાદો માટે કેમ્પ હોવાનુ સત્તાવાર કહેવાયુ, પરંતુ કઈક ઝભ્ભાલેંગાધારીઓના પણ ભ્રષ્ટ પડીકાઓ આ કેમ્પમાં રજુ થયા હોવાનો વર્તારા જાેવાય અને એથીય વધુ આ કેમ્પ આખાય ગુજરાતમાથી માત્ર કચ્છમાં જ શા માટે યોજાયો?તે પ્રશ્ન સૌને વધારે મુંજવી રહ્યો છે. કચ્છમાં હોટટોપીક અંદરખાને હાલમાં જે બનેલો છે તે અનુસાર વિધાનસભાની ગુજરાતની ચૂંટણીની જાહેરાત પછી અને ભાજપના ઉમેદવારોની જાહેરાત થાય તે પૂર્વે આ પ્રકારના કેમ્પ એકમાત્ર કચ્છ જિલ્લામાં જ યોજવા પાછળનું રહસ્ય શુ?શું કેન્દ્રીય કર્મચારીઓ એક માત્ર આખાય ગુજરાતમાથી કચ્છમાં જ સેવારત છે? કે પછી અહી કેન્દ્રીય કર્મચારીઓનો સૌથી વધારે ભ્રષ્ટાચાર આચરાયો છે? આવા અનેક સવાલો સાથે આ વિષય પ્રબુદ્ધવર્ગમાં ભારે હોટટોપીક બનવા પામી ગયો છે.  કેન્દ્રીયકર્મચારીઓની ફરીયાદના બહાને ટિકિટ સહિતમાં ઉંચાનીંચા થતા ઝભ્ભાલેંગાઘારીઓને દાબમાં લેવા જ તો આ બેઠકો-સીબીઆઈનો કેમ્પ ન હોતો ને? જાે એમ જ હતુ, તો કોણ-કોને કાપવા માટે આવા ચોગઠાં ગોઠવી દીધા? તે પણ પ્રશ્નો કચ્છના રાજકીય ગલીયારોમાં હાલના સમયેઉદભવી રહ્યા છે.