• વિપક્ષ મજુબત હોય તો શાસક દોડતું-જાગતું રહે..!

વિધાનસભાની ચુંટણીને હજુ દોઢેક વર્ષનો સમય છે પરંતુ રાજકીય ગરમાવો અત્યારથી જ વ્યાપી ગયો છે, આમઆદમી પાર્ટીના સીએમ-ડેસીએમ ગુજરાતની લટાર મારી ગયા, ભાજપ લોબીમાં ફેલાયો છે ફફડાટ : લોકપાલની નિમણુંકથી ભ્રષ્ટાચાર મુકત શાસન આપી શકાયનો આપનો મુદો છે જુનો, ગુજરાતમાં આપ આવીને આ મુદાને પ્રજા સુધી લઈ જાય તેના કરતા પુર પહેલા પાળ બાંધવાની ગુજરાત સરકારે અપનાવી નીતી કે શું?

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હજુ દોઢેક વર્ષનો સમય બાકી છે પણ રાજકીય પારો આ રાજયનો અત્યારથી જ ધગધગી રહ્યો હોય તેમ ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. એકતરફ ગુજરાતના પ્રદેશ પ્રભારી ભાજપની બેઠકેા લીધી, તો બીજીતરફ કેાંગ્રેસે દિલ્હીમાં નેતૃત્વ મુદે બેઠકો યોજી નાખી તે વચ્ચે જ આદઆદમી પાર્ટીના સીએમ-ડે.સીએમ અહી લટાર મારી ગયા અને શાંત જળમાં કાંકરો ફેકાયો હોય તેમ રાજકીય સખળડખળ શરૂ થઈ જવા પામ્યા છે.આપની એન્ટ્રીથી પ્રજાતંત્ર જીવતં બન્યુ, શાસક પક્ષે કુભંકર્ણી નિંદ્રા ત્યજી હોય તેવો માહોલ દેખાય છે. કહેવાય છે ને કે, જયાં વિપક્ષ મજબુત હોય ત્યા શાસક પક્ષ જાગતું-દોડતું રહે છે. કોંગ્રેસનુ જયારે શાસન હતુ ત્યારે ભાજપ મજબુત વિપક્ષની ભૂમિકા સતત ભજવતું જ રહ્યુ હતુ તે આપણે જોયુ છે. મોઘંવારીનો મુદો હોય કે પેટ્રોલ ડિઝલના ભાવો મામલે ભાજપ સંસદથી સડક સુધી વિપક્ષની ભૂમિકામાં સરકારને હલબલાવી નાખતું હતુ. હાલમાં ગુજરાતમાં રપ વર્ષથી અંદાજે ભાજપનુ શાસન છે પરંતુ અહી કોગ્રેસ સબળ અને સફળ વિપક્ષ તરીકે સાબીત થવા પામી શકયુ જ નથી. જાણે કે ભાજપ અને કોગ્રેસ બન્ને આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે સાસન કરતા આવતા હતા. પરંતુ નગરપાલિકાઓમાં ગુજરાતમાં સુરતથી પ્રવેશી જનારા આમઆદમી પાર્ટી વિધાનસભામા પણ આગામી ચુંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી ચૂકી છે અને તેના વચ્ચે જ આપનો જનવિશ્વાસ પણ હવે વધી રહ્યો છે. એટલે ભાજપના શાસનમાં જે રીતે કોગ્રેસ વિપક્ષની ભૂમિકા ન ભજવી શકયુ તે કદાચ આપ ભજવી દેખાડે તો નવી નવાઈ નહી કહેવાય.હજુ તો આમઆદમી પાર્ટીએ એકાદ-બે મોટા નેતાઓને જ પક્ષમાં લીધા છે, ત્યાં તો ભાજપ લોબીમાં હલચલ મચી જવા પામી ગઈ છે. વિચાર તો કરો, નહી તો લોકપાલની નિમણુંકનો વિષય તો કેટલાય સમય થી પડતર પડયો છે. આજે ભાજપની વિજયભાઈની એકટર્મ પૂર્ણ થઈ અને બીજી ચાલુ છે છતા લોકપાલની નિમણુક યાદ ન આવી અને જેવી આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરવાની શરૂઆત કરી કે, ગુજરાત સરકારે લોકપાલની નિમણુકની પ્રક્રીયા તેજ બનાવી દીધી. તેની ફાઈલ દરખાસ્તે માટે કેન્દ્રને મોકલી અપાઈ. આવુ શા માટે? આપણે સૌ જાણીએ છીએ કે લોકપાલની નિમણુંકનો વિષય કેન્દ્રમાં અને દિલ્હીમાં આમઆદમી પાર્ટીએ ગુંજવ્યો છે. અને ગુજરાતમાં તેઓ આવશે તો આ મુદો પહેલા ઉઠાવશે એટલે આ મુદે આપ ગુજરાતમા ફાવે નહી તેથી હાલમા જ ગુજરાત સરકારે આ મુદે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પુર પહેલા જ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. એટલે આમઆદમી પાર્ટીના આગમનને લઈને શાસકપક્ષમાં હાલમાં ચિંતા અને ખળભળાટી તો જોવાઈ જ રહી છે. એટલે જ કોંગ્રેસ વરસોથી વિપક્ષમા ન કરી શકયુ તે ગુજરાતમાં આમઆદમી પાર્ટીએ ગણતરીના સમયમાં જ કરી દેખાડયુ છે. અને આ મુદાથી લાગી પણ રહ્યુ છે કે હવે સરકાર ઉંઘતી નહી કરે, કારણ કે સામે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવનાર આમઆદમી પાર્ટી મજબુત છે.ખેરખર આવા મુદાઓને જોતા પ્રજાજનોએ પણ સચેત બનવુ જોઈએ અને આમઆદમી પાર્ટીને સત્તામાં લવાય કે નહી પણ વિપક્ષમાં તેઓ આવે તેટલુ સમર્થન તો અચુક આપવુ જ જોઈએ. આપ સત્તામાં આવશે તો તો ભયો ભયો થઈ શકે તેમ છે. કારણ કે, તેઓએ દિલ્હીમાં જે કામો કર્યા છે તે પ્રજાલક્ષી-રાહતરૂપી નિર્ણયો ગુજરાતના લોકોને લાભ મળતો થઈ શકે તેમ છે. પરંતુ જો સત્તામાં નહી અને વિપક્ષમાં આવશે તો ભાજપ જેવાઓની પાસેથી પણ પ્રજાલક્ષી કામો આમઆદમી પાર્ટી કરાવવાની ક્ષમતા રાખે જ છે.અહી કદાચ સવાલ થઈ શકે છે કે, ગુજરાતમાં રાજકીય રીતે ત્રીજો મોરચો કયારે ફાવતો નથી. તેવામાં આપ કેમ સફળ થશે? મિત્રો, ત્રીજો મોરચે અત્યાર સુધી ગુજરાતમાં કોઈને કોઈ પાર્ટીઓથી ખુદ વિખુટા પડીને બનાવાયેલો હોવાથી ફાવ્યો નથી એ પછી શંકરસીહ હોય, સુરેશભાઈ મહેતા હોય કે પછી કેશુભાઈ પટેલ જ શા માટે ન હોય! એટલે તેઓ પર વિઘ્નસંતોષીઓઅથવા તો પક્ષમાં માંગ સંતોષાતી ન હોવાથી બળવાખોરો બનીને સામે આવનારાઓના લેબલ લાગી જતા હતા. અને તેને સ્વાભાવીક છે કે પ્રજા ન સ્વીકારે. પણ આમઆદમી પાર્ટી પાસે દિલ્હીમાં સ્થિર સરકાર છે. એટલુ જ નહી પણ વીજળી, પાણી, શિક્ષણ, મહીલા સુરક્ષા સહિતના વિષયો પર દિલ્હીમાં તેઓએ કરેલા નેત્રદિપક કામગીરીનું ભાથું પણ છે. અને આ વખતે વિધાનાસભાની ચુટણીથી દોડવરસ પહેલાના સમયમાં આપ મહેનત શરૂ કરી હોવાથી તેમની પાસે સમય પણ સારો છે. શરૂઆતી કાળમાં જ ગુજરાતની પ્રજાનો તેમના પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે. એટલે આમઆદમી પાર્ટીને માટે તો આ વખતે ગુજરાતમાં નફો એટલો વકરાની જ સ્થિતી પણ સર્જાતી જોવાઈ શકાય તેમ છે. સરકાર રચી જાય તો તો આમઆદમી અને ગુજરાતીઓ બન્નેની બલ્લેબલ્લે જ થવાની પણ જો એવુ ન થઈ શકયુ તો વિપક્ષમાં તો આપ જરૂરથી બેશશે અને એમ થયુ તો પણ પ્રજાજનોને માટે તો લાભાલાભ જ રહેવાના છે. હવે કદાચ ગુજરાતમાં કોગ્રેસ વિપક્ષનું બિરુદ પણ ગુમાવી દે તો નવી નવાઈ નહી કહેવયા.