કચ્છની સુધરાઈના પૂર્વ અને મોરબીના વર્તમાન સીઈઓ સંદીપસિંહ ઝાલા બ્રીજ હોનારતમાં હાથ કેમ ખંખેરી શકે?

0
61

‘ફટાકડી’ રાખવાના શોખીન મુખ્ય કારોબારી અધીકારીની ધરપકડ કરો
  • દેરસે આયે દુરસ્ત આયે :સંદિપસિંહને સરકારે સસ્પેન્ડ કર્યા તે આવકારદાયક પરંતુ

  • આવા શખ્સની સામે તો માનવવધનો ગુન્હો દાખલ કરી અને વિના વિલંબે કરવા જોઈએ જેલભેગા…

  • સીટ સમિતીના સભ્યો-પોલીસ આ મોટા પેટવાળા અધિકારીના બરાબરના આમળે કાન? અમારી મંજુરી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધાનું કઈ જવાબદારીમાંથી છટકી જનારા સંદીપ ઝાલાની જ લાપરીવાહી ફીટ કરતા અનેક મુદ્દાઓ છે જીવંત

  • પોલીસે સંદીપસિંહને ડીવાયએસપી કચેરી મોરબી બોલાવીને પુછતાછ તો શરૂ કરી જ દીધી છે, હવે કડકાઈથી તેની લાપરવાહીના આધાર-પુરાવાઓ એકત્રિત થાય અને ધાક બેસાડતી લાલઆંખ આ મુખ્ય કારોબારી અધિકારીની સામે કરવી જરૂરી : ૧પ૦થી વધુ લોકોના મોત બદલ આવા શખ્સોની સામે તો માનવવધનો જ ગુન્હો કરવો જોઈએ દાખલ : પ્રજાના આંખે પાટ્ટા બાંધવા સમાન નિવેદનો સરકારી બાબુઓ આપે છે પરંતુ મૃતકોના પરીજનોના રોષનો ભોગ બનવાનો વારો સરકારને જ આવશે : આ મોટા પેટવાળાએ કરેલા કામો અંગે સરકાર કડક પગલા લે નહી તો પરીણામ સારૂં નહીં આવે..!

  • કચ્છમાં વિ૫ક્ષ ચૂંટણી સમયે પણ આવા ગંભીર વિષયો મુદ્દે કેમ મૌન : સંદિપસિંહના કચ્છ વ્યાપી છે કૌભાંડો, શહેરી- નગરપાલિકા ક્ષેત્રમાં જ આચાર્યા છે કાંડ : વિપક્ષ હાથ વગી તક કેમ નથી ઝળપતું ?

ગાંધીધામ : કચ્છમાં ભુજ- અંજાર- માંડવી-મુંદરા સહિતની નગરપાલિકા ઓમાં વિવાદીત કાર્યકાળ ધરાવનારા અને ફટાકડી રાખવાના શોખીન તથા ખુદને સીંઘમ ગણાવતા પૂર્વ મુખ્ય કારોબારી અધિકારી અને વર્તમાન સમયે મોરબીના સીઈઓ સંદીપસિહ ઝાલા, જયારથી જુલતા પુલની દુર્ઘટના ઘટી છે ત્યારથી લુલા બચાવ કરતા ખુલાસા કરી અને આખીય ઘટનામાંથી ખુદને બહાર બતાવી રહ્યા છે પરંતુ હકીકતમાં સંદીપસિહ આ ઘટનામાં હાથ ખંખેરી જ ન શકે? તેઓની તમામ મોરચે જવાબદારી અહી ફીટ થવા પામી જ રહી હોવાનુ જાણકારો માની રહ્યા છે.મોરબીની ઘટનામાં સંદિપસિંહને સસ્પેન્ડ કરાયા છે પરંતુ ખરેખર તો આ શખ્સની ધરપકડ કરી જેલ ભેગો જ કરવો જોઈએ.આ બાબતે જો સચોટ મુદાસર વાત કરીએ તો નગરપાલિકા અને તેના કારોભારીઓ ઉપરાંત મુખ્ય કારોબારી અધિકારી સંદીપસિહ જાલાની પહેલી જવાબદારી બને છે કે, બ્રીજ તેઓએ પાંચ-પાંચ દીવસ સુધી ચાલુ રહેવા જ કેમ દીધો? આ સીઈઓ સંદીપઝાલાની જો વાત કરીએ તો ઓરેવા કંપની પાસે બ્રીજ સમારકામનો કોઈ જ અનુભવ ન હોવા છતા તેને ઠેકો કેમ આપી દીધો? કંપની દ્વારા પેટા કોન્ટ્રાકટ આ બ્રિજના કામનો કોને અપાયો છે તેનુ ધ્યાન નગરપાલીકા અને મુખ્ય કારોબારી અધિકારી સંદીપસિંહે કેમ ન રાખ્યુ? બ્રીજના સમારકામમા વપરાતી વસ્તુઓની નગરપાલિકા દ્વારા કેમ એકેય વખત તપાસ ન કરવામાં આવી? ઠેકો અપાયો અને કામ ચાલુ થયુ તે પહેલા પણ બ્રિજને થયેલા નુકસાનીની તપાસ આ સંદીપસિહ દ્વારા કેમ ન કરવામાં આવી? કલેકટરની મનાઈ છતા આ બ્રિજ શરૂ જ કેમ કરાયો? કંપનીની સામે નગરપાલિકા અને આ મુખ્ય કારોબારી અધિકારી સંદિપસિંહ ઝાલાએ કેમ કોઈ કાર્યવાહી ન કરી? સમારકામની કામગીરી ચાલતી હતી ત્યારે નગરપાલિકાએ કોઈ તપાસ કરી હતી ખરી? સ્થળ નિરિક્ષણ એકેય વખત કર્યુ હતુ કે નહી? જો કર્યુ હતુ તો આવા નબળા કામ અંગે નગરપાલિકા-સંદીપસિહ ઝાલએ કેમ ધ્યાન ન આપ્યુ? અને જો મુલાકાત ન હોતી કરી તો પછી કોના દબાણથી કે શેને વશ થઈને આવા નબળા કામને ખુદના નાક નીચે થવા દીધુ? શું નગરપાલિકા-સીઈઓ સંદીપ જાલા અને કામ રાખનારી કંપની વચ્ચે કોઈ સમજુતી થઈ હતી? એટલે કે, મીલીભગતથી જ આ બ્રીજનુ કામ નબળુ કરવામાં આવ્યુ છે? સીઈઓ સંદીપ ઝાલાએ કંપની પર કેમ આંધળો વિશ્વાસ રાખ્યો? તેમના કયા હેતુઓ આમ કરવા પાછળ છુપાયેલા હતા?ઝૂલતો પુલએ નગરપાલિકાની મિલ્કત છે, તેમાં આટલી નબળાઈ સાથે કામ ચાલુ થયુ હોય અથવા તો ગેરકાયદેસર પુલ શરૂ કરાયો હોય અને તેમાં ૧પ૦થી વધુ લોકોના મોત થઈ ગયા હોય તો તેની પાછળ નગરપાલિકા અને તેના વહીવટી અધીકારી એટલે કે મુખ્ય કારોબારી અધિકારી તો પહેલા જ ફીટ થઈ રહ્યા છે. આ સંદીપસિહને મોરબીમાં પોલીસે પુછતાછ કરી સસ્પેન્ડ કર્યા છે. પરંતુ હકીકતમાં તો આ કેસમાં નિમાયેલી સમીતી અને તેના સભ્યો તથા પોલીસ તંત્રએ પણ સંદીપ ઝાલાના બરાબરના કાન આમળી અને ૧પ૦થી વધુ લોકોના મોતનો માનવવધનો ગુન્હો નોધી જેલભેગો જ આવા અધિકારીને કરી દેવો જોઈએ તેમ પણ જાણકારો કહી
રહ્યા છે.

આ શિશુપાલ (સંદીપસિહ)ના કડક પુછાણા લેવાય તો કચ્છવ્યાપી કૌભાંડોમાં પણ થાય ફીટ..!

મોરબી ન.પા.માં ઓરેવા કંપનીને ઠેકો આપવામાં સંદીપસિંહ જાલાની જ કરારમાં સહી હતી તેમ મુંદરામાં પણ ૮૦ કરોડના કૌભાંડ વખતે પણ હાથ ખેંખેરતા આ સંદીપસિહ જ વહીવટદાર તરીકે રહ્યો હતો..? જો અહીના પ્રકરણોની કડક છાનબીન થશે તો કઈક ભોપાળાઓ આવશે બહાર..

સંદિપ ઝાલાની કચ્છના ભ્રષ્ટાચારી કરતુતોમાં જ રાજકીય રીતે છાવર્યો ન હોત તો મોરબીની કરૂણાંતિકા જ કદાચ બની ન હોત..! : સંદિપસિહને કચ્છમાં છાવરનારાઓ પણ ચેતી જાય, જોઈ લેજો, મોડે મોડેથી પણ સંદિપસિહનો તપેલો ચડી તો ગયો જ.., હવે તેને છાવરનારા રાજકીય પદાધિકારીઓનો પણ કયાંક સંદીપસિહની જેમ જ બુરીવલે ન થઈ જાય..!

કચ્છમાં સેવારત રહેવા ચીફ ઓફીસર બોધ પાઠ લે..! પાપ તો ભરાય છે અને જેલમાં પણ જવું જ પડે છે !

ગાંધીધામ : મોરબી નગરપાલીકાના સીઈઓ સંદીપઝાલાને અંતે સસ્પેન્ડ કરી દેવાયા છે. ઝુલતા પુલનો ઠેકો ઓરેવા કંપની આપવાના કરારમાં સંદીપ ઝાલાની જ સહી હોવા છતા પણ તે હાથ ઉંચા કરી જવાબદારીમાંથી છટકતા રહ્યા હતા જે પોલીસની તપાસ બાદ ખુલતા તેમને શહેરી વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આવી ને આવી જ રીતે સંદીપસિંહ જાલાનો કચ્છનો કાયકાળ રહ્યો છે ખરડાયેલો. તેઓ આમ તો અંજાર, ભુજ, માંડવી સહિતની નગરપાલિકાઓમાં વિવાદીત કાર્યવાહી કરી જ છે પરંતુ મુંદરામાં તેમનો કચ્છનો અંતિમ કાર્યકાળ અતિ ભ્રષ્ટાચારી અને વિવાદીત રહ્યો હતો. મુંદરામાં સરકારી જમીન પાણીના ભાગે ભુ માફીયાઓ સાથે મળીને બારોબાર આકારણી રજીસ્ટરમાં ચડાવી દેવાનુ કૌભાંડ મુંદરા-બારોઈ નગરપાલિકા પહેલાના વહીવટદાર શાસન એટલે કે વહીવટદાર તરીકે સંદીપસિહ ઝાલાના જ કાર્યકાળમાં તેઓની જ સહી અને નાક નીચે આચરાઈ ગયુ હતુ. આ કૌભાંડ એકાદ-બે લાખ નહી પણ ૮૦ કરોડનુ હોવાનો અંદાજ છે. અને આ કેસમાં જ સંદીપસિહ ઝાલાની મુંદરાથી કચ્છ બહાર બદલી કરવામાં આવી હતી. આ મુખ્ય કારોબારી અધિકારીએ કચ્છમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો કે, તે કચ્છમાં જ વરસોથી સેવા કરતા રહ્યા હતા. એક મુકીને બીજી નગરપાલીકા પકડી કચ્છમાં જ ફરતા રહ્યા હતા. જો સંદીપસિહ જાલાને કચ્છના ભ્રષ્ટાચારી કરતુતોવખતે છાવરવામાં આવ્યો ન હોત તો કદાચ આજે મોરબીની ગંભીર દુર્ઘટના ઘટવા જ પામી ન હોત. જાણકારો કહી રહ્યા છે કે, આ શિશુપાલને જેલભેગો જ કરવો જોઈએ એટલા બધા પાપો તેણે કર્યા છે. આ શિશુપાલને ભ્રષ્ટાચારનો ભાગ ન મળે ત્યા સુધી શાંતી જ મળતી નથી. આવળુ મોટુ પેટ ભરવા માટે કંઈકને કઈક તો ભ્રષ્ટાચાર ગટર આ શખ્સને જોઈને ને જેોઈને જ..! મુંદરાના બારોઈવાળા ૮૦ કરેાડના કૌભાંડમાં જો સંદીપસિંહ ઝાલાને રાજકીય છત્રછાયાઓ ન મળી હોત, છાવરવામાં ન આવ્યો હોત તો કદાચ આ ભ્રષ્ટાચારી આદતવાળા શિશુપાલના લીધે આજે મોરબીની ઝુલતાપુલની દુૃઘટના બનતી જ અટકી જવા પામી હોત. કારણ કે, મુંદરાવાળા કેસમાં જ તેને સસ્પેન્ડ કરી દેવાયો હોત તો મોરબીમાં તેની બદલી જ ન થતા અને ખાનગી કંપનીથી ભ્રષ્ટાચારના ટુકડાઓ ન લેવાયા હોત તો આ બ્રીજ ચાલુ જ ન થયો હોત, નગરપાલિકાએ કલેકટરશ્રી જેવી જ ચોકસાઈ રાખી હોત, પરંતુ આ સંદિપસિહને કચ્છના કૌભાંડોમાં જ છાવરામાં આવતા કમનશીબે મોરબીની કરૂણાંકિક સર્જાઈ ગઈ છે. હવે જાણકારો કહે છે કે, સંદિપસિહને કચ્છમાં છાવરનારાઓ પણ ચેતી જાય, જોઈ લેજો, મોડે મોડેથી પણ સંદિપસિહનો તપેલો ચડી તો ગયો જ.., હવે તેને છાવરનારા રાજકીય પદાધિકારીઓનો પણ કયાંક સંદીપસિહની જેમ જ બુરેવલે ન થઈ જાય..!