માંડવીની દિકરીની આક્રંદભરી ઓડીયોકલીપ કોનો ભોગ લેશે?

0
81

  • જે લોહીના નહી તે કોઈના નહીં..!

ઠંડીના વધતા ચમકારાં વચ્ચે વિધાનસભાની ચૂંટણીના સમયે જ વાયરલ થયેલી કલીપથી રાજકીય બેડામાં ખળભળાટી

મારૂં મોત ગમે તે ઘડીએ આવી જશે પરંતુ મને લાગ્યુ કે, અમારૂ તો સર્વસ્વ જતુ રહ્યુ, છતા આ ડબલ માનો પ્રેમ આપનારા સબંધી અમારી પડખે ન આવ્યા..તો માંડવીની ભેાળી પ્રજાને જાગૃત કરું અને બે હાથ જોડીને વિનંતી કરૂં છુ કે, આવા મૂરતીયાને મત નહી લત જ આપજો..! : માંડવીની દિકરીની આક્રંદ રડતા શ્વરે માંડવીના મતદારોને કરૂણભીની અપીલ

કચ્છમાં એકતરફ ઠંડીનો પારો ગગડી રહ્યો છે તેવામાં બીજીતરફ ચૂંટણીનો પારો ઉચકાતો હોય તેવી ચકચાર એક ઓડીયોકલીપ દ્વારા ઉભી કરી દેવાઈ છે. માંડવીની દીકરીના નામે એક ઓડીયો કલીપ આજે ફરતી થઈ છે જેમા અનેકવીધ સનસનીખેજ વિગતો કહેવામાં આવી છે. જો કે, આ ઓડીયોકલીપની તથ્યતા એ તપાસનો
વિષય છે.

નમસ્તે..હું માંડવીની દિકરી…..બોલુ છું. માંડવીની દોહિત્રી-પૌત્રી પણ છું. માંડવી તો મારા શ્વાસ-રગેરગમાં વસેલું છે.મારો જન્મ મુંદરામાં થયો છે. ૧૭ દીવસની મને લઈ અને મારા મમ્મી માંડવીના એક ગામમાં આવ્યા હતા. તેમાં એવા અમારા ડબલ ’મા’નો પ્રેમ આપનારા સબંધી અમને ઉપયોગમાં નથી આવ્યા તો એ તમને શું ઉપયોગમાં આવશે? જે લોહીનું નથી થયું તે કોઈનુ નહી થાય. આવા ઉમેદવારોને વીજયી ન બનાવાય. આ દીકરી કલીપમાં કહે છે કે, માંડવીને આમેય મસાણનું કલંગ લાગી ગયુ છે. માંડવીના સીએમ બન્યા છતા માંડવીનું કઈંજ ભલુ ન કરી શકયા તો આ માનો ડબલ પ્રેમ આપનાર સબંધી તો માંડવીનુ પતન જ કરી નાખશે. આણે તો કેટલી બધી જમીન દબાણો કરી છે. પોતે સીધી લીટીના કયાય વારસદર ન હોવા છતા પણ તેઓ ખેેડુત ખાતેરદાર બને છે. મારા નાના તો પુજા-પાઠ કરતા હતા. તેઓને તો ગઢવી-પટેલ સમાજના લોકો જે આપતા તેમાથી ગુજરાન ચલાવતા હતા. તેઓ કેાઈ જ મોટી પ્રોપર્ટી છોડી નથી ગયા કે,માનો ડબલ પ્રેમ આપનાર મારા આ સબંધી પાસે આટલી બધી સંપત્તી આવી જાય.!તેઓ પાસે આટલી બધી પ્રોપર્ટી આવી છે કયાંથી? પ્રજાજનોને લુંટયા છે? લુંટફાંટ કરી છે? જે ઘરના નથી થયા તે ગામના કયાંથી થવાના છે? અમારો પરીવાર આ મારા સબંધીની જીવસટોસટીની સ્થિતીમાં મદદરૂપ થયો હોવા છતા અમને પણ મદદ તેઓએ નથી કરી? હુ જો જુની વાત કરૂ તો આ માંનો ડબલ પ્રેમ આપનાર સબંધીને મારા પપ્પા એટલા ઉપયોગી થયા છે કે, જયારે તેમને ભાગીને લગ્ન કર્યા ત્યારે માંડવી તાલુકાના ગામના એક વગદાર મજબુત અગ્રણી આ સબંધીને મારવા આવ્યા હતા? કે અન્ય સમાજની દીકરીને ભગાડીને કેમ લગ્ન કર્યા છે? હુ તને મારી નાખીશ? આ સબંધીની જીવસટોસટીની સ્થિતીએ મારા પપ્પાએ આ માંનો ડબલ પ્રેમ આપનાર સબંધીને બચાવ્યા હતા? આવા અમારા નાના-નાના ગુણ જેાઈને અમને ઉપયોગી ન થતા હેાય તે આખાય માંડવી વીધાનસભાના મતદારોને શું ઉપયોગી થશે?એટલું જ નહી ર૦૧રની આસપાસમાં પણ મારા પપ્પાને મારીને ગાડી પણ હંકારીને લઈ ગયા હતા તે મને ભચાઉ પટ્ટામાંથી મળવા પામી હતી. આ બાબતે દસ વર્ષ થયા છતા કોઈએ આ ઘટનાનો ઉકેલ શોધ્યો નથી. મારા મમ્મી બીમાર હતા ત્યારે આ બની બેઠેલા સમાજ આગેવાન માનો ડબલ પ્રેમ આપનાર સબંધીને ક્હયુ કે, દવા કરાવી દેને તો અમને કઈ દીધુ કે તુ જનરલ હેાસ્પિટલ જતી રહે.! તે બાદ અમુક જ માસમાં મારા માતાનુ દેહાંત થઈ ગયુ. આવી કરૂણ ઘટના વખતે પણ ધારાસભ્ય બનવા નીકળી પડેલા આ અમારા લોહીના સબંધી બાર દીવસમાં એકેય વખતે ન ડોકાયા, ન મદદરૂપ બન્યા. પુરી પાંચ મીટરની સાડી પણ ન અપાવી અને રાત્રીના જ મારા માતાની અંત્યેષ્ટી કરાવી નાખી હતી. દિવાળી પર્વ તેમને ઉજવવો હતો એટલે બધુ કાળી રાતના અંધારમાં જ પતાવી દીધુ. માંડવીની દિકરી અહી વધુમાં કહે છે કે, કંઈ વાંધોનહી, જન્મ-મરણ ભગવાનના હાથમાં છે અને ભગવાનને કોઈ શોક ન હોય. અમારી અંત્યેષ્ટી વિધી માટે અમારા કુટુંબના અને મુસ્લીમ લોકો કામ આવ્યા પણ આ સબંધી તો બાર દીવસમાં કયાંય ડોકાયા જ નહી. એટલુ જ નહી પણ મારા માતાના દેહાંતને એક વર્ષ થયા બાદ મારા દિકરાનુ મર્ડર થઈ ગયુ. મને પણ સાંત્વના આપવા પણ માનો ડબલ પ્રેમ આપવાના સબંધી આવ્યા નહી. મને ખબર છે કે મર્ડર કોણે કર્યુ છે? હજુ સુધી કોઈ કાર્યવાહી આ કેસમાં થવા જ નથી પામી. એટલે જ બે હાથ જોડીને હુ બધાયને વિનંતી કરૂ છુ કે, જે લોહીના નથી થયા તે કોઈના નહી થાય. જો આવા ઉમેદવાર ધારાસભ્ય બને તો આખાય વિસ્તારનુ પતન જ થવાનું છે. મારે ન કહેવુ જોઈએ પણ માસીએ કહ્યુ કે, આ ઉમેદવાર પરીવાર અને ભાઈઓને લઈને ચાલવા વાળા છે એટલે મારે આ બધાય ખુલાસા કરવા પડે છે. જો ઘરમાં જ દીકરીઓ સુખી ન હોય, તો આવા ઉમેદવારો ગામની દીકરીઓનું શુ ભલુ કરશે?મારાથી કંઈ વધુ કહેવાઈ ગયુ હોય તો મને માફ કરશો. અંતમાં આ ઓડીયાકલીપમાં માંડવીની દિકરી ભાવુક થઈ રડતાં શ્વરે કહે છે કે, મારૂ મોત ગમે તે ઘડીએ આવી જશે પરંતુ મને લાગ્યુ કે, અમારૂ તો સર્વસ્વ જતુ રહ્યુ, છતા આ ડબલ માનો પ્રેમ આપનારા અમારી પડખે ન આવ્યા..તો માંડવીની ભેાળી પ્રજાને જાગૃત કરુ અને બે હાથ જોડીને વિનંતી કરૂ છુ કે, આવા ઉમેદવારને મત નહી લત જ આપજો..!