કંડલા તેલચોરીમાં નામ કાઢવા પેટે ૧૦ લાખની તોડ કોણે કરી? એસપીશ્રી કરે તટસ્થ તપાસ

0
41

કંડલા પોલીસ મથકે પ્રજાભિમુખ અને કાયદાનિષ્ઠ અધિકારી સેવારત છે, પરંતુ બીજીતરય અજય-નરેન્દ્ર જેવા તત્વો વિવિધ ફરીયાદોમાં ચલકચલાણા ચલાવી રહ્યા હોવાની છે ચકચાર : જો આ કેસમાં પણ તપાસ કરાશે તો ખ્યાલ આવશે કે, ફરીયાદમાં મીઠીરોહરના જ કેટલાક ચકચારી શખ્સોના નામોની કરાઈ છે બાદબાકી, જેની અવેજમાં લાખોની રકમ લઈ ગજવા ગરમ કરાયાની ચકચાર

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપીશ્રી મહેન્દ્ર બગડીયાના આગમનની સાથેે જ અહી ભલભલા ગુન્હેગારો અને ગુન્હાહિત આલમમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મોટાભાગના ધંધાર્થ્‌ઓ ભુર્ગભમાં જ ઉતરી જવા પામ્યા છે. પરંતુ બીજીતરફ અહી તેલચોરો જાણે કે, કોઈની પણ બીક ન હોય તેવી રીતે હજુય બેફામ જ બનેલા હોય તેવી રીતે ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. અને જાણકારો કહી રહ્યા છે કે, આ તેલચોરો દ્વારા જે બેબાક રીતે તેલચોરી કરવામા આવી રહી છે તેમાં કયાંક ને કયાંક સીધા અથવા તો પરોક્ષ રીતે અમુક ભ્રષ્ટ ખાખીધારીઓના હાથ કે મીલીભગત અથવા તો ભાગબટાઈ ચોકકસથી રહેલી હોવી જ જોઈએ. તેલચોરો તે સિવાય આટલી બધી હિમંત કરી જ ન શકે.
હાલમાં પણ કંડલામાં આવી જ એક ઘટના બની હોવાનુ ચર્ચાવવા પામી રહ્યુ છે. કહેવયા છે કે, મીઠીરોહરમાં જે તેલચોરીને લઈને હાલમાં જ ફરીયાદ નોધાઈ છે તેમાં કયાંક ને કયાંક છાની રમત કે ચલકચલાણાઓ રમાઈ ગયા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. અહી જે ફરીયાદ કરાઈ કે તેમાં નામો દેખાડાય છે તેમાં મીઠીરોહરના જ કુખ્યાત શખ્સનુ નામ બાદ કરી દેવાયુ કે આબાદ રાખી દેવાયુ હોવાનુ ચર્ચાય છે અને તે માટે ૧૦ લાખથી વધુની તોડ કરી દેવાઈ હોવાનુ ચર્ચાય છે. હવે પૂર્વ્‌ કચ્છ એસપીશ્રીએ તપાસ કરવાની જરૂર છે કે, આ પ્રકરણમાં ૧૦ લાખની તોડ કોણ કરી ગયા છે? પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી ખુદ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરશે તો કંડલા મથકના પલળેલા તત્વો સુધી રેલો લંબાઈ શકે તેમ મનાય છે. નોધનીય છે કે, આ જ શખ્સોના તેલચોરીના ટેન્કર અગાઉ ભચાઉ પોલીસ મથકમાં પણ પકડાઈ ચૂકયા છે અને તેમાં પણ ચકચારી રહી ચૂકયા છે. એટલે આવા તેલચોરોને સતત આબાદ છોડી મુકવા કે તેમના નામો પણ ફરીયાદમાં ન લેવાય તે આગામી દીવસોમાં કાયદાના રક્ષકોને માટે પણ પડકાર સર્જનાર જ બની રહેશે તેવી ભીતી જાણકારો દ્વારા સેવાઈ રહી છે.

કંડલામાં ટેન્કર ચાલકે જ ડીઝલ ચોરતા ફરિયાદ
ગાંધીધામ : કંડલામાં ટેન્કરના ચાલકે વાહનની ટાંકીમાંથી રૂા.૩,રર૦ની કિંમતનું ડીઝલ ચોરતા ફરિયાદ કરવામાં આવી હતી. ઓખાવાલા ટ્રાન્સપોર્ટ કંપનીના ફરજરત આમદ જુસબ કોરેજાએ જણાવ્યું કે, તેઓ કંડલામાં કંપનીના ટેન્કર પાસે ગયા ત્યારે મીઠીરોહરનો ચાલક જુણસ હસન ચાવડા ટેન્કરમાંથી રૂા.૩,રર૦ની કિંમતનું ૩પ લિટર ડીઝલ કેરબામાં કાઢી લઈ ચોરી કરતો હતો જેથી ફરિયાદ કરવામાં આવી હતી.