મોડવદરમાં પાટીદાર પેટ્રો કેમિકલ્સ સામે ભભુકયો વિરોધનો વંટોળ : જનઆંદોલનની ભભુકતિ આગ

0
34

  • જીપીસીપી પૂર્વ કચ્છનો ભ્રષ્ટાચાર હદ વટાવે છે..!

અંજારની પેઢીએ જીપીસીબીના અધિકારીઓને સાચવી-ભ્રષ્ટ ડુચ્ચાઓ ભરાવી અને ગેરકાયદેસર રીતે સુનાવણી આટોપી લીધી હોવાની બૂમરાડ : નીતીનિયમોના આ સુનાવણી દરમ્યાન ઉડયા ખુલ્લા ધજાગરા

માત્ર ચાર જ રજુઆત કર્તા હાજર રહેવા પાછળનું કારણ શુ? આ લોકો પણ કંપની તરફેણ વાળા જ હોવાની અટકળો : ગ્રામ પંચાયતનુ મૌન પણ અકળાવનારૂ : તલાટી કેમ આવી સુનવાણી સામે અવાજ ન ઉઠાવ્યો? : ન તો લાઉડ સ્પીકર લગાવાયા, કે ન તો રીક્ષા ગામમાં ફેરવાઈ, ન તો સુનાવણીને લગતા બેનરો લગાવાયા? આ સુનાવણી રદ જ થવી જોઈએ : ભોગગ્રસ્તોની ઉગ્ર બનતી માંગ : કચ્છ કલેકટર સમક્ષ લેખિતમાં જાગૃત નાગરીકે કરી ફરીયાદ

ગાધીધામઃ પૂર્વ કચ્છમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સ્થાનિક લોકહિત અને સરકારના નીતીનિયમોને વરીને કામ કરવાના બદલે સંબધિત યુનિટોની તરફેણમાં જ કામગીરી કરી રહ્યુ હોય તેવી ફરીયાદોમાં સતત વધારો થવા પામી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી પૂર્વ કચ્છ જીપસીબી એકમના અધિકારી રાજેશ પરમાર દ્વારા યોજવામાં આવતી લોકસુનાવણીઓની સામે અનેકવિધ આક્ષોપો સતત ઉઠી રહ્યા છે અને તેમાં એકનો ઓર વધારો ન માત્ર થયો છે બલ્કે હવે જો પૂર્વ્‌ કચ્છ જીપીસીબી એકમના ભ્રષ્ટાચારની સામે કડકાઈથી કાર્યવાહી નહી કરવામાં આવે તો અંજારના મોડવદરમાં યોજાયેલી લોકસુનાવણી સામે જનઆંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે જાગૃત નાગરીક દ્વારા કચ્છ કલેકટર સમક્ષ આ બાબતે ફરીયાદ કરીને લેખિતમાં જણાવ્યુ છે કે, મોડવદર અંજારની પાટીદાર પેટ્રો કેમીકલ્સની મંજુરી જો અપાઈ હોય તો તે અનેકવિધ કારણોસર હવે રદ કરવી જોઈએ. તેના માટે કરવામા ંઆવેલી સુનાવણી તદન ઔપચારીક જ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આસપાસના લોકોને આ કંપની અસરકર્તા હોવા છતા તેઓને અંધારામાં રાખી અને કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેમ સુનાવણી યોજાઈ છે જે તદન અયોગ્ય જ કહેવાય. આ સુનાવણી પર્યાવરણના હિત અને જનહિત માટે સરકારી ધારાધોરણો મુજબ એકેેય પગલા લેવાયેલ નથી. આ એકમ દ્વારા આસપાસના લાગુ પડતા ગામોમાં પ્રચાર કરેલ હોય એવુ બિલકુલ લાગતુ નથી. વળી એકમ જે કેમિકલનો વપરાશ કરવાનુ છે એનાથી થનાર અસર બાબતે ગામ લોકોને અંધારામાં રાખેલા છે. એકમની લગોલગ એક નહી પણ બે બે મોટા પાણીના ચેકડેમો છે જેમા લાખો માછલીઓ છે. આસપાસના અન્ય એકમો દ્વારા છોડાયેલા રાસાયણ યુકત પાણીને કારણે હજારો માછલીઓ મરી ગયેલ છે. જેની દુર્ગંધ દુર સુધી આવતી હતી. ગામના ગરીબ લોકોએ આ અંગે રજુઆત કરેલી હતી પરંતુ એકમ દ્વારા આ બાબતેોને ગંભીરતાથી લીધી ન હતી. સાથોસાથ આ કાર્યક્રમના આયોજન એવા જીપીસીબીના અધીકારી અને ગુજરાત જીપીસીબી બોર્ડના સભ્ય એવા શ્રી પરમારને આ બાબતને અન્ય રીતે બતાવી ગાંધીધામ ઓફિસમાં આવી રજુઆત કરવા જણાવી દીધુ હતુ. આ સુનાવણીમાં હાજર હોવાથી એવુ લાગેલ કે જીપીસીબીના અધિકારી કોઈપણ કારણસર અસરગ્રસ્તોને ન્યાય મળે તેના બદલે એકમની તરફારી કરતા હોય તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે. કુદરતી પાણીનો ઢોળાવ શરૂ થનાર એકમી નીચાણવાળા તળાવો તરફ હોવાથ કોઈ પણ સ્થિતીમા એકમનો પ્રદુષિણ પાણી જળાશયોમાં જ જશે. આ વિસ્તારમાં જીવદયા બાબતે લાખો જળચરના જીવન સતત આવા રસાયણોથી જઈ રહ્યા છે છતા કેાઈ આગળ આવતુ નથી તે પણ ખેદજનક છે. જાગૃત અરજદારે અંતમાં ચીમકી ઉચ્ચારીને કહ્યુ છે કે, જો એકમની આ બેદરકારીઓ અંગે યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો ગ્રામજનો સાથે રાખી મોટું જનઆંદોલન છેડવાની ફરજ પડશે.