પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી સૌરભ સિંઘે ભુજના મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થા ની સમીક્ષા કરી

0
112

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન કચ્છ જિલ્લામાં સવારથી  ‘અવસર લોકશાહીનો’  ઉજવણીના ભાગરુપે જિલ્લામાં  શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે અનુસંધાને પશ્ચિમ કચ્છ એસપી શ્રી સૌરભ સિંઘે ભુજના મતદાન મથકોની મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.